“વિકસિત ભારત, વિકસિત ગુજરાત-નારી શક્તિ વંદના ગુજરાતની મહિલાઓને આર્થિક વાતાવરણ અપાતા પગભર અને સશકત બની છે:માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલ

માણસા   ખાતે “વિકસિત ભારત, વિકસિત ગુજરાત-નારી શક્તિ વંદના” કાર્યક્રમ યોજાયો  ગુજરાતની નારી ગૌરવ નીતિ અનુસાર મહિલાઓના આર્થિક વાતાવરણ પુરૂ પાડવામાં આવતા તે સશક્ત બની છે “વિકસિત ભારત, વિકસિત ગુજરાત-નારી શક્તિ વંદના” કાર્યક્રમ યોજાયો હતો. નારી શક્તિ વંદના” ખાસ મહત્વ આપતા માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલ  જણાવ્યું હતું કે, જ્યાં નારીની પૂજા થાય છે, ત્યાં દેવોનો વાસ થાય છે. તા.૮ મી માર્ચના દિવસે “વિશ્વ મહિલા દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત મહિલાઓનો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્થાન થાય અને મહિલાઓ દરેક વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર આવે તે માટે વિશેષ પ્રાધાન્ય આપીને નારી શક્તિ વંદનાની ઉજવણી કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મહિલાઓને આર્થિક રીતે સમૃદ્ધ અને મજબુત અને પગભર કરીને આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધારવા માટે સરકારશ્રી દ્વારા સરાહનિય પ્રયાસો સહિત કરવાની સાથે વિવિધ યોજનાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. વધુમાં માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલ  એ જણાવ્યું કે, ગુજરાત સહિત દેશની મહિલાઓને સમૃદ્ધ બનાવવા સ્વ-સહાય જૂથો અને સખી-મંડળની બહેનો દ્વારા વિવિધ તાલીમો, સસ્તા અનાજની દુકાન, વાંસની બનાવટો, કેન્ટિંગમાં વિવિધ પ્રકારની વાનગીઓ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *