





રાજયના શિક્ષણ મંત્રી શ્રી ર્ડા. કુબેરભાઇ ડિંડોર અને શિક્ષણ રાજય મંત્રી શ્રી પ્રફુલ પાનસરિયાએ શેઠ સી.એમ. હાઇસ્કુલ ખાતે બાળકોને આવકારી, કંકુ તિલક કરીને કિટ આપી શુભકામનાઓ પાઠવી
રાજ્યમાં ધોરણ- ૧૦ અને ૧૨ની પરીક્ષા ૧,૬૩૪ કેન્દ્ર ખાતે ૫,૩૭૮ બિલ્ડીંગમાં અને ૫૪, ૨૯૪ બ્લોકમાં યોજાશે. : આ પરીક્ષા રાજયના ૧૫, ૩૯,૦૩૯ વિદ્યાર્થીઓ આપશે
ગાંધીનગર: સોમવાર:
સમગ્ર રાજયમાં આજથી ધોરણ- ૧૦ અને ૧૨ની પરીક્ષાનો આરંભ થયો છે. ધોરણ – ૧૦ અને ૧૨ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રી શ્રી ર્ડા. કુબેરભાઇ ડિંડોર અને શિક્ષણ રાજય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાએ શેઠ સી.એમ.હાઇસ્કુલ, સેકટર- ૨૩, ગાંધીનગર ખાતે બાળકોને કંકુ તિલક કરી, પુષ્પ અને શૈક્ષણિક કિટ આપી શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર રાજયમાં ઘોરણ- ૧૦ અને ૧૨ની પરીક્ષા ૧૫ લાખ ૩૯ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ આપશે.
ધોરણ- ૧૦ અને ૧૨ની પરીક્ષા આપનાર રાજયના સર્વે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજયમાં ઘોરણ- ૧૦ અને ૧૨ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે. તમામ જિલ્લાના કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ દ્વારા સ્થાનિક કક્ષાએ પરીક્ષામાં વિઘાર્થીઓને કોઇપણ તકલીફ ન ઉભી થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજયમાં આજે ઘોરણ- ૧૦ અને ૧૨ની પરીક્ષા ૧,૬૩૪ કેન્દ્ર ખાતે ૫,૩૭૮ બિલ્ડીંગમાં અને ૫૪, ૨૯૪ બ્લોકમાં યોજાશે. આ પરીક્ષા રાજયના ૧૫, ૩૯,૦૩૯ વિદ્યાર્થીઓ આપશે. રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોક CCTV થી સજ્જ છે. તમામ જિલ્લામાં જિલ્લા સંકલન સમિતિના વર્ગ ૧ અને ૨ ના અધિકારીની ઓબ્ઝર્વર તરીકે નિમણુક કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા સંદર્ભે પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.
આજે પરીક્ષા આપનાર સર્વે વિઘાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનઓ પાઠવી રાજય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું હતું કે, ઘોરણ- ૧૦ની પરીક્ષા ૯૮૧ કેન્દ્ર ખાતે ૩,૧૮૪ બિલ્ડીંગમાં ૩૧,૮૨૯ બ્લોક વપરાયેલ છે, જેમાં ૯,૧૭,૬૮૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.ઘોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૧૪૭ કેન્દ્ર ખાતે ૬૧૪ બિલ્ડીંગમાં ૬,૭૧૪ બ્લોક વપરાયેલ છે, જેમાં ૧,૩૨,૦૭૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.ઘોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૫૦૬ કેન્દ્ર ખાતે ૧,૫૮૦ બિલ્ડીંગમાં ૧૫,૭૫૧ બ્લોક વપરાયેલ છે, જેમાં ૪,૮૯,૨૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે કંટ્રોલરૂમ શરુ કરવામાં આવેલ છે. બોર્ડ પરીક્ષા સંદર્ભે તણાવમુકિત માટે વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોનું સમાધાન કરી શકે તે અર્થે હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે. જેનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ છે, જ્યાં વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણનું માર્ગદર્શન મેળવી શકે છે. શેઠ. સી.એમ. હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેષ મકવાણા, ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, કડી સર્વે વિઘાલયના ચેરમેન શ્રી સરદારભાઇ પટેલ, ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લા શિક્ષણાઘિકારી શ્રી ર્ડા. બી.કે.પ્રજાપતિ સહિત આમંત્રિત મહાનુભાવો અને શાળાનો શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
