
સમગ્ર દેશમાં મોડેલ રાજ્ય તરીકે ઓળખાતા અને વિશ્વ કક્ષાએ જેની નામના છે તેવા ભારત દેશના વિકાસ નું એન્જિન એવાં ગુજરાત રાજ્યમાં રાજ્યની પ્રજાના કલ્યાણ અને સુખ સુવિધાયુક્ત જીવન માટે દરેક જિલ્લાને રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ કરોડોની ગ્રાંટ ફાળવણી કરવામા આવેછે. વહીવટી કુનેહ , ખંત અને ઉત્સાહ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લા જિલ્લા આયોજન અધિકારીએ જિલ્લા કલેક્ટર કે. સી. સંપટ ના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના આદેશઅનુસાર સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુળુંભાઇ બેરા ની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજીને નાણાકીય વર્ષ 2024 -25 શરૂ થાય તે પહેલાં જિલ્લાનું આગોતારું આયોજન મજુર કરાવીને વિકાસલક્ષી યોજનાઓની મંજુરી માટેની પ્રક્રિયા સમયસર પુર્ણ કરાવીને વહીવટી મંજૂરીઓ આપીને જિલ્લાની જાહેર જનતાને વિના વિલંબે સરકારશ્રી યોજનાના લાભો સમયસર મળે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે