મોડાસામાં ઉમા સહકારી શરાફી મંડળીનો રજતજયંતી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

મંડળીના સ્થાપક ચેરમેનથી માડી વર્તમાન અને તમામ પૂર્વ ચેરમેનો.વા. ચેરમેનો,ડિરેક્ટરોનું પણ સન્માન કરાયું

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

મોડાસા ખાતે ધી ઉ.મા સહકારી શરાફી મંડળીને એના ૨૫ વર્ષ પૂરા થવાના અવસરે રજત જ્યંતિ મહોત્સવ મંડળીના ચેરમેન મણિલાલ કે.પટેલના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યો હતો. સમારોહનું ઉદઘાટન સ્થાપક ચેરમેન વસંતભાઈ આર પટેલે દીપ પ્રગટાવીને કર્યું હતું. આ મહોત્સવમાં તમામ સભાસદ ભાઈ-બહેનો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંડળીના સ્થાપક ચેરમેનથી માડી વર્તમાન અને તમામ પૂર્વ ચેરમેનો. વા.ચેરમેનો, ડિરેક્ટરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રારંભે મેનેજિંગ ડિરેક્ટર દિલીપભાઈ રમણભાઈ પટેલ દ્વારામહેમાનોને આવકારવામાં આવ્યા હતા તે બાદ આંતરિક ઓડિટર કમલેશભાઈ આર.પટેલે ૨૫ વર્ષના મંડળીના વહીવટ અંગે મુદ્દાસર વિગતો રજૂ કરવા સાથે શરાફી મંડળી દ્વારા કરવામાં આવતા ધિરાણ અને થતી ૧૦૦ ટકા વસુલાત વિશે અને થાપણદારો અને સભાસદો દ્વારા મંડળીને મળતા સહકાર વિશે પંત વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો. જેમાં અતિથિવિશેષપદે જિલ્લા બેંકમાં પૂર્વ એમડી અને તાલુકા સંઘના ચેરમેન સહકારી અગ્રણી પંકજભાઈ પટેલ, અરવલ્લી ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન કનુભાઈ પટેલ,અરવલ્લી જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ , જીનના ચેરમેન વિમલભાઈ પટેલ અને જિલ્લા રજિસ્ટારના પ્રતિનિધિ સુરેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત સૌએ ઉમા શરાફી મંડળીની ૨૫ વર્ષની આ યાત્રામાં પાયાથી લઇ આજ સુધીના તમામ હોદ્દેદારો અને ડિરેકટરોને અને સંસ્થાના પૂર્વ મેનેજર અને વર્તમાન મેનેજર સહિતના સ્ટાફને આ સંસ્થાને વટવૃક્ષ બનાવવામાં આપેલ સહયોગ બદલ બિરદાવવામાં આવ્યા હતા.કાર્યક્રમનું સુંદર સંચાલન જાણીતા ઉદઘોષક હિતેશભાઈ પટેલે કર્યું હતું જ્યારે સમારોહને સફળ બનાવવા ચેરમેન મણિભાઈ અને વાઇસ ચેરમેન જ્યંતિભાઇ પટેલ સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને મેનેજર ગૌરાંગ પટેલ અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં આભારવિધિ ડિરેક્ટર અને સહકારી જીનના મેનેજર રમેશભાઈ પટેલે કરી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM