સંઘની વિચારધારા સાથે આ યુવા એમ્બુલન્સ સમાજ અને પક્ષના કાર્યકરો માટે 108 જેવી સેવા છે
સ્વાભાવિક છે દેશ માં રાજકીય પક્ષો નું ખુબ સરસ યોગદાન છે , સાથો સાથ પાયા ના કાર્યકરો પણ એટલાં જ પ્રમાણમાં દ્રઢ વિચારધારા સાથે તેમનું પણ યોગદાન એટલુંજ મહત્વ ધરાવે છે કે જેઓ પક્ષ અને સમાજ માટે હમેંશા અને કોઈ પણ પરિસ્થિતિ માં કામ કરવાની ભાવના સાથે તત્પર રહેતા હોય છે, આવી જ ભાવના માંડવી ના હમેંશા ઉત્કૃષ્ઠ એવા ગ્રેજ્યુએટ યુવાન કે જેમના મા સંઘ સાથે રાષ્ટ્ર ભાવના ના સિંચન જ્યારે તેઓ પ્રાથમિક શાળામાં હતા ત્યાર થી જોવા મળ્યા છે , રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટી માંડવીના અદના કાર્યકર એટલાં માટે કહી શકાય કે તેઓ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સ્તંભ એવા શ્રી. અનંત ભાઈ દવે ” દાદા ” અને માજી મુખયમંત્રી શ્રી સુરેશભાઈ મહેતા વિગેરે પીઢ નેતાઓની કાર્ય પધ્ધતિ અને કોઠાસુઝ, અદના આ કાર્યકર ઉદય મનહરભાઈ ઠાકર જોવા મળેલ છે , દરિયાઈ શહેર માંડવી માં પોતાનો કુરિયર નો વ્યવસાય કરી જીવન નિર્વાહ ચલાવતાં આ ઉદય ઠાકર જે બાળપણ થી જ સમાજ ને ઉપયોગી કાર્યો માં લીન રહેતા હોવાની ની સાથે , ભારતીય જનતા પાર્ટી ના વિચારો થી પ્રભાવિત થઈ , પક્ષ સમર્પિત છે. આ સેવાભાવી કાર્યકર ને માન કે મોભા ની કોઈજ લાલશા રાખ્યા વિના જન જન સુધી પક્ષ ની વિચાર ધારા પહોંચાડવાનું કાર્ય તેઓ કરી રહ્યા છે. બ્રહ્મ સમાજ ના આ ઉદય ઠાકર , સ્વચ્છ ભારત અભિયાન અને લોક હિત કાર્યો ના હિમાયતી રહ્યા છે પછી એ કામ પક્ષ નું હોય કે આમ પ્રજાજન નું તેઓ હમેંશા સદાય તત્પર છે ઉદયભાઈ નું જીવન સાદગી અને સરળ ભર્યું છે અન્ય કાર્યકરો અને લોકો જો એમની કાર્ય પધ્ધતિ ને અપનાવે તો , કોઈ પણ વ્યક્તિ કે સમાજ પ્રત્યે નારાજગી નો ભાવ નહીં જ જોવા મળે , તેવા દ્રઢ વિશ્વાસ સાથે આગળ વધતાં તેઓ એ આમ પ્રજાજન અને કાર્યકરો ને અનુરોધ કર્યો હતો…તેઓ ના વિચારો જાણે, આ પંક્તિ સિદ્ધ કરતી હોય તેવું લાગી રહ્યું છે….
અવસર તેરે,લિયે ખડા હૈ…
તું આત્મવિશ્વાસ સે ભરા હૈ…
હર બાધા, હર બંદીશ કો તોડ દે,
ભારત આત્મનિર્ભર કે પથ પર ખાડા હૈ…
અજય ખત્રી





