કર્મચારી/અધિકારીઓને પૌષ્ટીક અને સ્વાદિષ્ટ આહાર મળી રહે
સચિવાલયના કર્મચારી/અધિકારીઓને પૌષ્ટીક અને સ્વાદિષ્ટ આહાર મળી રહે તે માટે નવા સચિવાલય સંકુલના બ્લોક નં –૬ ના ત્રીજા માળે આવેલી કેન્ટીન અમૂલ કંપની લી.ને ફાળવવામાં આવી છે. અમૂલ કંપની દ્વારા તા.૨૩/૦૨/૨૦૨૧ ના રોજ આ અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમના વરદ હસ્તે આ અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી એસ. બી. વસાવા, સચિવાલયના કર્મચારીઓ/અધિકારીઓ, અમૂલ કંપની લી.ના જનરલ મેનેજર, રીજીયોનલ મેનેજર તથા બ્રાન્ચ મેનેજર ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્ટીનમાં અમૂલની બધીજ બનાવટો, પિઝા, સમોસા, ફ્રેન્ચફ્રાઇ્સ તેમજ ગુજરાતી નાસ્તો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.


