ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત ના કરકમળે નવી એડમિન ઓફિસ અને સ્ટાફ ક્વાર્ટર્સનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું

ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત ના કરકમળે નવી એડમિન ઓફિસ અને સ્ટાફ ક્વાર્ટર્સનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ માઈનોર કોલોનીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. રેલવે કર્મચારીઓને ઉત્તમ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થવાથી તેઓ મુસાફરોની સેવામાં વધુ એકાગ્રતા અને સમર્પણ સાથે કાર્ય કરી શકશે. સિદ્ધપુર ‘માતૃગયા’ તરીકે દેશભરમાં આસ્થાનું મહત્વનું તીર્થસ્થાન છે, જ્યાં દૂરદૂરથી યાત્રિકો આવે છે, તેથી યાત્રિકોની સુવિધાઓ વધારવી અને રેલવે સ્ટેશન પર આધુનિક વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવી આપણી સૌની પ્રથમ પ્રાથમિકતા છે.

આ અવસરે રેલવે સ્ટેશનની વિવિધ સુવિધાઓ અંગેના પ્રશ્નો તેમજ સિદ્ધપુર ખાતે વધુ ટ્રેનોના સ્ટોપેજ માટે પણ રેલવે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી.

આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અને શ્રી અનુ ત્યાગીજી, નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા ઉપપ્રમુખ, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, સામાજિક આગેવાનો, વિવિધ સંગઠનોના હોદ્દેદારો, રેલવેના અધિકારીશ્રીઓ તેમજ વેપારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *