
.કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ મનરેગાનું નામ બદલીને વિકસીત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામિણ (VB G RAMJI) કરવામાં આવ્યું છે. આ યોજનાને લઈને થયેલા વિવાદ મુદ્દે આજરોજ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમ બારડોલી ખાતે જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડજીના અધ્યક્ષ સ્થાને એક પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, એનડીએ સરકાર દેશની 140 કરોડ જનતાની સુખાકારી માટે કામ કરે છે. કોંગ્રેસ ભ્રષ્ટાચારની ફેક્ટરી હતી હાલમાં તેને બચાવવા આંદોલન ચાલે છે.
જીલ્લા પ્રમુખે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું .કે, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન દેશની અંદાજે 600 સંસ્થાઓ, યોજનાઓ અને પુરસ્કારો ગાંધી પરિવારના નામે રાખવામાં આવ્યા હતા. 1980માં-ઇન્દિરા ગાંધીજીએ બધી રોજગાર યોજનાઓને ભેગી કરીને રાષ્ટ્રીય 2 ગ્રામિણ રોજગાર યોજના નામ આપ્યું હતું. બાદમાં રાજીવ ગાંધીએ 1 તેનું નામ બદલીને જવાહર રોજગાર યોજના કર્યુ. 2004માં યુપીએ સરકારે , તેનું નામ બદલીને નરેગા કર્યું, અને ત્યારબાદ 2005માં તેને ફરીથી – બદલીને મનરેગા કરવામાં આવ્યું – હતું. જ્યારે કોંગ્રેસ સરકારે જવાહર રોજગાર યોજનાનું નામ બદલ્યું, ત્યારે શું તે પંડિત જવાહરલાલ નહેરુનું । અપમાન હતું?
જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની બેન પટેલ એ જણાવ્યું કે, મૃત્યુ 1 સમયે પણ મહાત્મા ગાંધીજીના મુખે – ભગવાન શ્રી રામનું નામ હતું, તેમના = મુખેથી છેલ્લો ઉચ્ચારાયેલો શબ્દ – હે રામ! હતો. રામનું નામ લેવામાં કોંગ્રેસને હમેંશા સંકોચ અને સમસ્યા – રહી છે.રામના નામથી આજની કોંગ્રેસ અને તેમના વડવાઓને શું તકલીફ છે. તે સમજાતું નથી કે શ્રી રામનો – જન્મ ભારતમાં થયો હતો આ દેશ 1 સનાતન ધર્મમાં માનનારો દેશ છે છતા કોંગ્રેસને રામ નામથી શું વાંધો છે? કોંગ્રેસને ગામનો વિકાસ થાય તો 1 તેમા પણ વાંધો છે. ગામના છેવાડાના – વ્યક્તિને કામ મળે તેમા પણ કોંગ્રેસને – વાંધો છે એટલે કે કોંગ્રેસને રામ,ગામ 1 અને કામ આ ત્રણેય શબ્દથી વાંધો છે. = કોંગ્રેસે ક્યારેય આઝાદીના 65 વર્ષમાં ગામડાનો વિકાસ અને રોજગારી મળી 1 રહે તે દિશામાં વિચાર્યુ નથી.કોંગ્રેસ – ભ્રષ્ટાચારની ફેક્ટરી હતી હાલમા તેને બચાવવાનું આંદોલન ચાલે છે. આ યોજના બાબતે સંસદમાં ચર્ચા થઈ ત્યારે રાહુલ ગાંધી ગેરહાજર હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ – કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના દરેક નિર્ણયમાં નાનો માણસ કેન્દ્ર સ્થાને છે. – વડાપ્રધાને સામાન્ય માણસોના વિકાસ માટે કામ કર્યું છે. દેશમા 25 કરોડ – ગરીબો ગરીબી રેખામાંથી બહાર 1 આવ્યા છે. ગ્રામીણ ગરીબો અને શ્રમિકો વધુ સશક્ત બનાવવા માટે – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ VB-G 1 RAM-G યોજના લઈને આવ્યા – છે. આ યોજના લોકોને વધુ રોજગારી, = વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા 1 આપશે. પહેલાની મનરેગા યોજનામાં – 100 દિવસ કામ મળતુ હતુ હવે | VB-G RAM-G યોજનામાં 125 દિવસ કામની ગેરેંટી મળશે.
કૃષિ ઉત્પાદકતા અને – કામદારોની સુરક્ષા બંનેનું બેલેન્સ – જળવાયુ છે. વાવણી અને કાપણીની 1 મોસમમાં 60 દિવસ સુધી યોજનાનું 1 કામ રોકવાની જોગવાઈ કરવામાં 1 આવી છે જેથી ખેતીની સિઝનમાં શ્રમિકો ખેતીનું કામ કરી શકે. VB-G RAM-Gm માં 125 દિવસ 1 અને 60 દિવસ ખેતીની સિઝનમાં – એમ કુલ 185 દિવસ રોજગારી મળી શકશે.
આ પત્રકાર પરિષદ માં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની બેન પટેલ,મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક કિશનભાઇ પટેલ, ઉપસ્થિત રહ્યાં હતા..
