હિંમતનગર ખાતે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ઈકબાલ મેમણ
સાબરકાંઠા જિલ્લામાં ૭૦મા વન મહોત્સવ–૨૦૨૬ની ઉજવણી અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ, સાબરકાંઠા દ્વારા હિંમતનગરના હડિયોલ વિસ્તરણ રેન્જ ખાતે આવેલા અર્બન વનકવચમાં “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ ધારાસભ્ય શ્રી વી.ડી ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વી.ડી ઝાલાએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના નિર્માણનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વૃક્ષોનું જતન અને સંવર્ધન એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે. વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી તેમનું યોગ્ય જતન કરવામાં આવે તો આવનારી પેઢી માટે સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું પર્યાવરણ ઊભું કરી શકાય. આ માટે સૌએ વૃક્ષારોપણ સાથે વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધનનો સંકલ્પ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નરેશભાઈ પરમાર, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ભમરસિંહ ચૌહાણ, સહાયક વન સંરક્ષક શ્રી બી.સી. ડાભી, વનક્ષેત્રપાલ શ્રી દશરથભાઈ મકવાણા સહિત વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, ડિફેન્સ એકેડમીના સંચાલકશ્રી તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *