આહવા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દિપક પિંપળે દ્વારા સિવિલ હોસ્પિટલ આહવા અને કોવિડ સેંટરની રૂબરૂ મુલાકાત લેવામાં આવી

રિપોર્ટ ડાંગ =અમરનાથ જગતાપ

સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન અને મેટ્રન સાથે ચર્ચા-મુલાકાત કરી સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો. આવી મહામારીની આફતમાં હવે દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે અને તેની સામે સ્ટાફ અપુરતો થઈ રહ્યો છે. તેથી સ્ટાફની પણ પુરતી વ્યવસ્થા થાય તે બાબતે રજુઆત કરવામાં આવી. આહવા તાલુકા પંચાયત આ જિલ્લાના આરોગ્ય તંત્ર સાથે સહકારની ભાવના સાથે ઉભી છે અને સરકાર આપણી સાથે છે, જેથી જિલ્લાની પ્રજાને ઉત્તમ સારવાર મળે તેવો ભાવ વ્યક્ત કર્યો. વધુમાં તેમણે કોવિડ સેંટરની પણ મુલાકાત લઈ દાખલ કોરોના દર્દીઓના સ્વાસ્થ્ય વિષે માહિતી મેળવી. દર્દીના સગાંઓને પણ મળી તેમની જરુરી પ્રાથમિક્તા અને વ્યવસ્થા બાબતે અમો તમારી સાથે છીએ તેવી લાગણી વ્યકત કરી. અંતે તેમણે તમામ સ્ટાફને તેમની કોરોના સંબધિત કામગીરીને બિરદાવી તેમને પ્રોત્સાહન આપી, આવીજ સેવા ઉપલબ્ધ થતી રહે તેના માટે જણાવ્યુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *