સુબિર તાલુકા ના પીપલદહાડ ગામ સ્થિત બી.એસ.નેલ નેટવર્ક સમસ્યા થી લોકો પરેશાન

રિપોર્ટ ડાંગ=અમરનાથ જગતાપ

◆સુબિર તાલુકા પીપલદહાડ ગામે આવેલ બી.એસ.નેલ નેટવર્ક કુલ 30 થી 40 ગામો ને નેટવર્ક કવરેજ આપે છે જેમાં મુખ્યત્વે પીપલદહાડ ગ્રુપ ગ્રામ પંચાયત ,ખામ્બલા ગ્રુપ ગ્રામ પંચાયત ,ચીંચવિહીર ગ્રુપ ગ્રામ પંચાયત ,સેપુઆંબા ગ્રુપ ગ્રામ પંચાયત ,નકટયા હનવત ગ્રુપ ગ્રામ પંચાયત , કિરલી ગ્રુપ ગ્રામ પંચાયત અનેમાળગા ગ્રુપ ગ્રામ પંચાયત ના આબુંર અને ઢોલિયા ઉમ્બર ગામડા ઓ નો સમાવેશ થાય છે.

◆ વર્તમાન સમય માં સરકાર શ્રી ના આદેશ અનુસાર શાળા અને કોલેજો માં ઓફલાઇન શેક્ષણિક કાર્ય બંધ હોવાથી વિદ્યાર્થીઓ ને ઓનલાઈન શેક્ષણિક કાર્ય માટે પીપલદહાડ ગામ થી નજીક ના ગામડા ના વિદ્યાર્થીઓ પાંચ -પાંચ કિલોમીટર દૂર થી પગ પાળા ચાલે ને ટાવર ના પાછળ ના ભાગ માં કવરેજ મેળવવા આવે છે અને ઝાડ ના છાંયડો નીચે બેસવા મજબૂર છે અને બપોરે કાળ ઝાડ ગરમી માં ઘરે જવું પડે છે.

◆આદી જાતિ અને વન-પર્યાવરણ મંત્રી ગણપત વસાવા એ સ્થાનીક સ્વારાજ્ય ની ચૂંટણી ના સમયે ચીંચવિહીર અને પોળસમાળ ગામો માં બી.એસ.નેલ ટાવરોનું ઇ-ખાત મુર્હત કર્યું હતું પરંતુ વાસ્તવિકતા કઈ અલગજ છે આ ગામો માં હજુ સુધી ટાવર અંગે ટિકમ -પાવડા થી પણ કામ ની શરૂઆત કરવા માં આવી નથી.ગરબી અને ભોળી આદિ વાસી પ્રજા ને કરેલા વાયદા ઓ પોકળ સાબિત જોવા મળ્યા છે

◆સ્લૉ નેટ ના કારણે ઓનલાઈન લર્નિંગ એપ્લિકેશન ઓપન પણ થતી નથી જેના કારણે ઓનલાઇન શેક્ષણિક કાર્ય પણ ખોટકાઈ પડ્યું છે ત્યારે પીપલદહાડ ગામે ઉભું કરેલું જીઓ નું નેટવર્ક જલ્દી થી ચાલુ થાય એવી માંગ ઉઠી છે.

◆આ બાબતે સુબિર તાલુકાના જાગૃત નાગરિકો એ અવારનવાર કેબિનેટ સિનિયર આદિજાતિ મંત્રી ગણપત વસાવા ને લેખિત માં અને મૌખિક પણ જાણ કરેલ છે તેમજ ડાંગ જિલ્લા ના નવા ચુટાયેલા ધારાસભ્ય વિજયપટેલે આ બાબતે જાણે મોંન સીવી લીધું છે તેમજ સરકારી તંત્ર ને અવાર નવાર લોકો ફરિયાદ કરે છે તેમછતાં તંત્ર ના પેટમાં પાણી સુધા હલ તું નથી.

◆ આ અંગે પીપલદહાડ વિસ્તારના લોકો માં ભારે રોષ ની લાગણી જોવા મળી છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *