ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કમાં નોકરી કરતા કર્મચારીના આગોતરા જામીન મંજૂર કરતી નામદાર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ

કેસની સુનાવણી સમયે એડવોકેટશ્રી ડો. ડી.બી. દેસાઇએ ભારપૂર્વક “ટુ ધ પોઇન્ટ” રજૂઆતો તેમજ વિદ્વતાપૂર્ણ દલીલો

અમદાવાદ : બનાવની હકીકત એવી છે કે અમદાવાદની ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકમાં કલાર્ક-કમ-કેશિયર તરીકે ફરજ બજાવતા કનુભાઇ ગોકળભાઇ ભરવાડ રહેવાસી બાવળાવાળા વિરૂધ્ધ પોતાની માલિકીની સ્વીફટ કાર બાવળાથી બગોદરા તરફ લઇ આવી, બંસીધર પેટ્રોલપંપની સામેની જગ્યામાં, ફરીયાદી સાથે જાણીબુઝીને કાર ભટકાડી અને ફરીયાદીને નીચે પાડી દઇ તેના શરીરે, ખભાના ભાગે તથા હાથેપગે અને પેટે ગંભીર ઇજાઓ પહોંચાડી, આરોપીએ પોતાની પાસેની કુંડલીવાળી લાકડી લઇ ફરીયાદીના માથામાં મારી મૂઢ ઇજા કરી, જાનથી મારી નાખવાની જાસા-ધમકી આપવા અંગેની ફરીયાદ બગોદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ફોજદારી અધિનિયમ અન્વયે કલમ – 326, 323, 506 (2)… વિગેરે મુજબ ખૂબ જ ગંભીર પ્રકારનો ગુન્હો નોંધાયો હતો, જેની તપાસ સ્થાનિક પી.એસ.આઇશ્રીએ સંભાળી હતી. બનાવ બાદ ફરીયાદીને તાત્કાલિક સારવાર માટે દવાખાને દાખલ પણ કરવામાં આવેલ હતા.

આ દરમ્યાન આરોપી-કર્મચારીશ્રી કનુભાઇ ભરવાડે પોતાના એડવોકેટ ડો. ડી.બી. દેસાઇ મારફતે, પોતાના વિરૂધ્ધ નોંધાયેલ ફરીયાદ-એફ.આઇ.આર. બાબતે આગોતરા જામીન મેળવવા અને ધરપકડ ન થાય તે માટે, અમદાવાદના મહે. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટ સમક્ષ, આગોતરા જામીન અરજી કરેલ હતી. કેસની સુનાવણી સમયે એડવોકેટશ્રી ડો. ડી.બી. દેસાઇએ ભારપૂર્વક “ટુ ધ પોઇન્ટ” રજૂઆતો તેમજ વિદ્વતાપૂર્ણ દલીલો મારફતે જણાવેલ કે હાલના આરોપી વિરૂધ્ધ ગોટ-આપ સ્ટોરી ઉભી કરી, ખોટી રીતે ફસાવવા ફરિયાદ નોંધાવેલ છે. ફરીયાદી બેન્કના કર્મચારી હોઇ, જો વિના વાંકે ધરપકડ થાય તો નોકરી અને કુટુંબ-સામાજીક સ્તરે પણ ખૂબ નકારાત્મક અસર થવાની દહેશત છે…વિ, આથી નામદાર કોર્ટ ફરમાવે તેવી તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાની ખાતરી આપીએ છીએ. એડવોકેટ ડો. દેસાઇએ પોતાની રજુઆતો-દલીલોના સમર્થનમાં નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર ગુજરાત હાઇકોર્ટ અને અન્ય વિભિન્ન રાજયોની હાઇકોર્ટ્સ મારફતે કેસને મદદરૂપ ચુકાદાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ બાબતોને નામદાર કોર્ટ તરફથી લક્ષે લેતાં અને ગ્રાહ્ય રાખતા, નામદાર જિલ્લા અદાલતે આરોપીશ્રી કનુભાઇ ભરવાડની ધરપકડ ન કરવા અંગેની આગોતરા જામીન અરજી મંજૂર કરેલ છે અને તપાસમાં સહયોગ આપવા પણ આદેશ ફરમાવેલ છે, જેથી તહોમતદારના પરિવાજનોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *