
GMERS ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં રાત દિવસ ફરજ નિભાવતી નર્સે બહેનો ને પ્રોત્સાહન મળી રહે તે માટે શુભેચ્છા રૂપે સાડી અર્પણ કરીને મમતા દિનની ઉજવણી કરી.GMER માં ઘણી નર્સ બહેનો એ સમજ સેવા નું ઉત્તમ ઉધારણ સમાજ ને આપ્યું , ઘણી બહેનો એવી છે કે એમના પરિવાર માં બાળકોને કોવિડ હોવા છતાં આઇસોલાશન નો સમય પૂરો કરી ને તાત્કાલિક ફરજ પર આવ્યા, પોતાની ડિલિવરી થઇ હોય અને કુમળા બાળક ને ઘરે રાખી ને ફરજ બજાવી હોય, આ અનેક સમાજ ને પ્રેરણા આપતા નર્સ બહેનો નું આજે માતૃત્વ દિવસ એ સન્માન કરવા માં આવ્યું.
આ પ્રસંગે વડોદરા શહેર ભાજપ અઘ્યક્ષ શ્રી વિજયભાઈ શાહ,સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, વડોદરા મેયર શ્રી કેયુરભાઈ રોકડિયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, શહેર મહામંત્રી શ્રી સુનીલભાઈ સોલંકી, જશવંતસિંહ સોલંકી, રાકેશભાઈ સેવક, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો હિતેન્દ્રભાઈ પટેલ, દંડક શ્રી ચિરાગભાઈ બારોટ, ડો શીતલ મિસ્ત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.