શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા ભુજ શહેરના કોરાનોગ્રસ્ત પરિવારો માટે વિના મુલ્ય ટીફીન સેવાનો પ્રારંભ

શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ ધ્વારા અગઉ થયેલ જાહેરાત પ્રમાણે કોરોનાગ્રસ્ત થયેલ કોરોન્ટાઈન પરિવારો માટે વિના મુલ્ય ટીફીન પહોંચાડવાનો પ્રારંભ આજ રોજ સંસ્થાના અધ્યક્ષ શ્રી તારાચંદભાઈ છેડા દ્વારા દીપ પ્રાગ્ટય કરી ૧૦ પરિવારોને ૩૦ જણા માટેનું ટીફીન પહોંચાડવાનો પ્રારંભ કરાયો હતો . આ પ્રસંગે બોલતા શ્રી તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે છેલ્લા ૬ મહિનાથી કોરોના સામેની લડાઈમાં સંસ્થાન દ્વારા એક લાખથી વધુ માસ્ક અને લોકડાઉન દરમ્યાન લખપત થી ખડીર સુધી ૧૦ હજાર જેટલી રાશકીટોનું વિતરણ કરી અને સંસ્થાએ મહાજન પરંપરાને ઉજાગર કરી છે ત્યારે વર્તમાન સમયમાં ભુજ શહેરમાં આખે આખા પરિવારો આ બિમારીમાં સપડાયા છે . ત્યારે તેમને જમવા માટેની ખૂબ જ મુશ્કેલી ઉભી થયા હોવાનું જાણવા મલતા આજે આવા પરિવારો માટે વિના મુલ્ય ટીફીન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ સેવા માટે સંસ્થાને વધુમાં વધુ દાન મળે તે માટે શ્રી તારચંદભાઈ છેડાએ દાતાશ્રીઓને દાન આપવા માટે અપિલ કરી છે . આ વિના મુલ્ય ટીફીન સેવા મેળવવા માગતા કોરોનાગ્રસ્ત હોમ કોરોટાઈન થયેલા પરિવારોએ સવારે ૧૦ વાગ્યા સુધી સંસ્થાના મો.ન. ૯૭૨ ૬૨૫૫૩૧૮ અથવા ( ૦૨૮૩૨ ) ૨૫૫૩૧૮ નો સંપર્ક કરવા સંસ્થાના મંત્રી શ્રી નરેશભાઈ શાહે જણાવ્યુ છે .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *