
વલસાડઃ ઘણા સમય થી બીમાર રહેલ મહલિા જીવન થી કંટાળી ગયા હતા જેમાં મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને કોલ કરતાં વલસાડ અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક પહોંચી મહિલા સાથે આત્મીયતાથી વાતો કરી જરૂરી સાંત્વના આપી જીવનનું મહત્ત્વ સમજાવતાં તેણીને આત્મહત્યા કરવાના વિચારોથી મુકત કરવામાં સફળતા મળી હતી. નર્સની નોકરીમાંથી વય નિવૃત થયેલી એક મહિલા વારંવાર બીમાર પડતા હતા. માથા અને કમરના ભાગમાં ઘણી તકલીફ પડતી હતી અને લકવાની અસર હોવાથી પથારીવશ થઈ ગઇ હતી. તેઓના પતિ પણ આવી હાલતમાં મૂકી ભાગી ગયા હતા. પિયર અને સાસરીમાં તેણીનું કોઈ સ્વજન ના હોવાથી માનસિક રીતે તેઓ ભાંગી પડયા હતા. હવે આગળ જિંદગી કેવી રીતે જીવાશે તેમ વિચારી તેઓને વારંવાર આત્મહત્યાના વિચારો આવતા હતા. આ સંજોગોમાં કોઈક તેઓને અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા જણાવતાં અભયમ રેસ્ક્યુ વાનની ટીમ વલસાડે તેઓ ને મળી જરૂરી સાંત્વના આપી હતી. મહામૂલી જિંદગી આમ વેડફાય નહીં તેમ જણાવી માર્ગદર્શન આપ્યું હતું કે, તમારે પેન્શન આવે છે એટલે આર્થિક દૃષ્ટિએ વાંધો આવે તેમ નથી તમો ઘરકામ અને રસોઈ માટે કોઈ મહિલાને રાખી શકો છો. આ ઉપરાંત હોસ્પિટલમાં પણ સારવાર લઈ શકો છો. તમારા પતિ ગુમ થયા છે તેની જાણવા જોગ ફરિયાદ આપવા જણાવી તેઓને માનસિક સ્વસ્થતા મળે તે માટે ઓ.એસ.સી.માં થોડો સમય રાખવામાં આવી છે ��� M
