વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ ડૉ.વિજયભાઈ શાહ ધ્વારા માનવીય અભિગમ થકી વડોદરાની જનતા માટે પોલીસ વિભામમાં માસ્ક સુપ્રત કરાયા

ડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી ધ્વારા આજરોજ પોલીસભવન ખાતે શહેર અધ્યક્ષ ડો . વિજયભાઈ શાહના હસ્તે કોરોનાકાળમાં માનવતાવાદી અભિગમ થકી પહેલીવાર માસ્ક પહેર્યા વગર પકડતા નાગરિકોને પોલીસકર્મીઓ ધ્વારા દંડ ફટકારવાની જગ્યાએ માસ્ક આપવામાં આવે અને કોરાનોકાળમાં આર્થિક રીતે રૂપિયા એક હજારનું ભારણ નાગરિકને ન ભોગવવું પડે તથા પોલીસકર્મીઓ અને નાગરીકો વચ્ચે ઘર્ષણ ન ઉદભવે તેવા શુભ આશયથી પોલીસ કર્મીઓ નાગરિકને માસ્ક આપી કોરના ગાઈડલાઈન્સનું પાલન કરવાની સમજણ સાથે ભૂલનું પુનરાવર્તન ન કરે તેવી ભાવના સાથે વ્યક્તિને માસ્ક આપી જવા દેવામાં આવે , તેવા આશયથી ડૉ.વિજયભાઈ શાહે આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નરશ્રીને ૫૦૦૦ નંગ માસ્ક સુપ્રત કર્યા અને વધુ માસ્કની જરૂર પડતા પુરા પડવાની બાહેધરી આપી છે . આ પ્રસંગે શહેર પ્રમુખશ્રી ડો . વિજયભાઈ સાથે શિક્ષણ સમિતિ સભ્ય ડો . હેમાંગભાઈ જોશી , મધ્ય ગુજરાત મીડિયા વિભાગ કન્વીનરશ્રી સત્યેનભાઈ કુલાબકર , યુવા મોરચાના મહીસાગર જીલ્લાના પ્રભારીશ્રી હર્ષલભાઈ ગોહિલ તથા વોર્ડ નં . ૧૧ ના પ્રમુખશ્રી જયેશભાઈ પરમાર હાજર રહ્યા હતા .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM