આહવાની ન્યુ વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભની ટેકવેંડોની રમતમા બાજી મારી

અલગ અલગ વય જૂથના સાત વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ જશે

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ગત તારીખ ૨૪/૩/૨૦૨૨ ના રોજ સાપુતારા ખાતે, ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની taekwondo ની રમત સ્પર્ધામા, આહવા સ્થિત ન્યુ વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. અલગ-અલગ વય જૂથ પ્રમાણે યોજાયેલી ટેકવેન્ડોની આ રમત સ્પર્ધામા ન્યુ વિઝન સાર્વજનિક સ્કુલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, તેમજ ધી માર્શલ આર્ટ સ્પોર્ટ્સ એકેડમી-આહવાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતા જીત મેળવી છે. જેમા પ્રથમ ક્રમે રવિન્દ્ર ગાવિત, આકાંશા શિંદે ,વૈદેહી સરોલીયા, રાહુલ શિંદે, પૃથ્વી વસંત ભોયે, જ્યારે બીજા ક્રમે ગૌરાંગ ખુરકુટીયા, અને ત્રીજા ક્રમે અતુલ ગાંગુર્ડેએ જીત મેળવી હતી. જિલ્લા કક્ષા બાદ આ તમામ રમતવીરો સ્ટેટ લેવલની રમત સ્પર્ધા માટે સિલેક્ટ થયા છે. વિજેતા રમતવીરોને આહવાના બ્લેક બેલ્ટ ધારક પૃથ્વી ભોયે એ પ્રશિક્ષણ આપી રહ્યા છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM