જીવનનગર સમિતિએ પો.ઈન્સ. હડિયા અને દાતા અમિત ચૌહાણનું સન્માન કર્યું

”જાથા દ્વારા પો. ઈન્સ. હડિયા, ઉદ્યોગપતિ અમિત ચૌહાણનું અભિવાદન”

ભારત જન વિજ્ઞાન જાથા, જીવનનગર વિકાસ સમિતિ, જાથા એસ્ટ્રોનોમી કલબ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ દ્વારા પો.ઈન્સ. જી. એમ. હડિયા અને મુંબઈના દાતા અમિત ચૌહાણનું અભિવાદન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન જાથાના ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના નવનિયુક્ પો.ઈન્સ. જી. એમ. હડિયાનું સોસાયટી દ્વારા અભિવાદન કરી રહીશોની મિટીંગ સંબંધી ચર્ચા કરવામાં આવી હતી. મુંબઈના દાતા, ઉદ્યોગપતિ અમિત ચૌહાણ અને અરૂણાબેન અમિતભાઈનું અભિવાદન કરી જીવનનગર સમિતિના આગામી કાર્યક્રમોમાં હાજરી આપવા નિમંત્રણ પાઠવ્યું હતું. આ પ્નસંગે અંકલેશ ગોહિલ, વિનોદરાય ભટ્ટ, દિનેશ હુંબલ, વિજયભાઈ જોબનપુત્રા, સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયાએ હાજરી આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *