




ગુજરાત સ્થાપના દિન ગુજરાત ગૌરવ દિવસ ૨૦૨૨ ની ઉજવણી નિમિતે પાટણ નગરપાલિકાના આયોજિત રોડ શો માં પધારેલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ અંજલિ મહેતા નું પાત્ર ભજવનાર લોકપ્રિય અભિનેત્રીશ્રી નેહા મહેતા નું પાટણના કર્મશીલ કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું પાટણ નગરપાલિકાના કોર્પોરેટર અને સંકલ્પ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર કે. હિરવાણીયા, પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના આઈ ટી વિભાગના સહ પ્રભારી અને ઉન્નતિ ફાઉન્ડેશન ના પ્રમુખ પરેશ મકવાણા, જય પટોળા હાઉસના રમેશભાઈ પટોળાવાળા ના પરિવાર દ્વારા નાગરવાડા ખાતે આવેલ હાટકેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં લોકપ્રિય અભિનેત્રીશ્રી નેહા મહેતા નું પાટણ પટોળા ના દુપટ્ટો અને રૂમાલ આપી તેમજ પાટણની વિશ્વ વિરાસત એવી રાણી ની વાવ ની મોમેન્ટો આપીને શાલ ઓઢાડીને તેમજ રાષ્ટ્ર પુરુષ ડૉ.બાબાસાહેબ આંબેડકર જી નું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંકલ્પ સંસ્થાના પ્રમુખ અને પાટણ નગરપાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા, ઉન્નતિ ફાઉન્ડેશન પ્રમુખ અને પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના આઈ ટી વિભાગના સહ પ્રભારી પરેશભાઇ મકવાણા, રમેશભાઈ પટોળાવાળા, તેજલબેન મકવાણા, મીના હિરવાણીયા, વર્ષાબેન સોલંકી, સંદીપ મકવાણા, ભૂમિકાબેન મકવાણા, દીપક દેસાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે લોકપ્રિય અભિનેત્રીશ્રી નેહા મહેતા એ પાટણના વોર્ડ નંબર ૭ માં આવેલ નાગરવાડા વિસ્તારના વતની છે.