ડાંગ જિલ્લાની દરેક પ્રાથમિક શાળાઓ યુનિક છે – શ્રીમતી સપના રણા

અમરનાથ જગતાપ

રાજ્ય સરકારના ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમનો પ્રારંભ થઇ ચુક્યો છે, ત્યારે રાજ્યના તમામ જિલ્લાઓમા ‘કન્યા કેળવણી’ અને ‘શાળા પ્રવેશોત્સવ’નો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે મુજબ નાણા વિભાગ સચિવ શ્રીમતી સપના રણાએ ડાંગ જિલ્લાની પ્રાથમિક શાળાઓમા ‘શાળા પ્રવેશોત્સવ’ નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જિલ્લાના સુસરદા, ચિચોંડ, અને ભદરપાડા ગામે પહેલા ધોરણ, તેમજ આંગણવાડીમા પ્રવેશ કરનાર બાળકોને કીટ વિતરણ કરી શાળા પ્રવેશ અપાવ્યો હતો. ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ દરમિયાન શ્રીમતી રણાએ, કન્યા કેળવણી ઉપર ખાસ ભાર આપતા જણાવ્યું હતુ કે, સ્ત્રી સન્માનની ભાવના ઘરમાથી આવે છે, ત્યારે ઘરની સાથે શાળામા પણ સ્ત્રી સન્માન જળવાઈ રહે તે જરૂરી છે. ડાંગ જિલ્લાની દરેક પ્રાથમિક શાળા યુનિક છે, કોઈ પણ શાળાની અન્ય શાળાઓ સાથે સરખામણી કરી શકાય નહીં, દરેક શાળામા શિક્ષણ, શિસ્ત, અને વ્યવસ્થા ખુબ જ સારા છે. શ્રીમતી સપના રણાએ ૩ થી ૮ ધોરણમા પ્રથમ ક્રમાંક મેળવનાર બાળકોને ઇનામ આપીને સન્માનિત કર્યા હતા. ત્યાર બાદ શાળામા વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમા જિલ્લા આંકડા અધિકારીશ્રી કુ.શ્વેતા ખેમકા, સી.આર.સી.કો. શ્રી મનુભાઈ ચૌધરી, શિક્ષક શ્રી જીતેન્દ્રભાઈ ગાવીત, સુરેન્દ્રભાઈ ગાવીત, શાળાના શિક્ષકગણ, વાલીઓ, તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *