નર્મદાની મોરબી, માળીયા તેમજ ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવા બદલ મુખ્યંત્રીશ્રીનો આભાર માનતા રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા

રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરાજાના સઘન પ્રયાસોથી ખેડૂતોને સિંચાઈ માટે નીર મળ્યા

૦૦૦૦૦૦૦૦
કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી માળીયા અને ધ્રાગંધ્રા વિસ્તારના ખેડૂતોની સિંચાઈ માટે પાણીની માંગણીને ધ્યાને લઈ અવાર – નવાર રજૂઆતો કરી હતી.જેના પગલે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબી, માળીયા તેમજ ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા હુકમ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી સરદાર સરોવર નર્મદા નિગમના મુખ્ય ઇજનેરશ્રી, મેનેજિંગ ડિરેક્ટરશ્રી, ચેરમેનશ્રી, જળ સંપત્તિ મંત્રીશ્રી, નર્મદા રાજ્યમંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરી હતી.

આ રજૂઆતને પગલે મુખ્યમંત્રીશ્રીએ નર્મદાના નીરને આ ત્રણેય બ્રાન્ચ કેનાલમાં છોડવા હુકમ કર્યો છે. જે અંતર્ગત માળીયા બ્રાન્ચ કેનાલમાં ૮૦૦ ક્યુસેક પાણી, ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં ૧૦૦૦ ક્યુસેક પાણી તેમજ મોરબી બ્રાન્ચ કેનાલમાં ૧૨૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

અષાઢી બીજનો વરસાદ હજી મન મૂકીને વરસ્યો નથી તે પહેલા જ ખેડૂતોને આવડો મોટા ઉપહારનો વરસાદ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ સરકાર પાસેથી અપાવ્યો છે.

રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ ખેડુતોની આ લાગણી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ, નર્મદા રાજ્યમંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી, જળ સંપત્તિ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ વગેરે સમક્ષ ભારપૂર્વક રજૂ કરી હતી જેથી આ ભગીરથ કાર્ય શક્ય બન્યું છે.

આ કાર્ય સફળ બનાવવા સાંસદ સભ્યશ્રી મોહનભાઈ કુંડારિયા અને વિનોદભાઇ ચાવડા, ધારાસભ્યશ્રી પરસોત્તમભાઇ સાબરિયા, સહકારી અગણીશ્રી મગનભાઈ વડાવિયા, પૂર્વમંત્રીશ્રી જયંતિભાઈ કાવડિયા, દુર્લભજીભાઈ દેથરિયાએ પણ જહેમત ઉઠાવી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના આ નિર્ણયથી ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી છે. તેમણે રાજ્ય સરકાર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાનો આભાર વ્યક્ત કર્યો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *