


સંતોની પ્રેરણાથી યુવા ભાઇઓ બહેનોએ વ્યસન મુક્તિનો સંકલ્પ પણ કર્યો.

રિપોર્ટ અજય ખત્રી કચ્છ
આગામી વષઁના શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવને નિમિત્ત બનાવીને શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના મહંત સ્વામીની પ્રેરણાથી આરંભાયેલ અનેક સેવાકાર્યોના ભાગરુપે આર.એસ.એસ. પ્રેરિત સેવા સાધના- કચ્છ દ્વારા સુખપર તા. ભૂજના ભટ્ટવાસમાં સચ્ચિયાર માતા મંદિરના પ્રાંગણમાં ચાલતાં સંસ્કાર કેન્દ્રની પ્રવૃતિઓથી પ્રભાવિત થઈને સંતો દ્વારા 50 વિધાથિઁઓને શૈક્ષણિક સામગ્રીની સંપુર્ણ કીટ, બેસવા માટે પાથરણાં, બહેનોની સત્સંગ મંડળી માટે સંગીતના સાધનો અને સમગ્ર વિસ્તારના લોકોને મીઠાઇ, ફરસાણ સાથેના ભગવાનના પ્રસાદનું જગદીશ હાલાઇ, સુખપર હાલે યુ.કે. અને હષઁલ દિનેશ, ગામ વેકરા હાલે ઓસ્ટ્રેલિયાના આથિઁક સહયોગથી વિતરણ કરાયું હતું. ઉપસ્થિત સંતોમાં ભક્તિચરણદાસજી, કૃષ્ણવિહારીદાસજી, ઘનશ્યામપ્રિયદાસજી અને નંદકિશોરદાસજીએ આ વિસ્તારના લોકોને દરેક રીતે નુકસાનકારક એવા વ્યસનને છોડવા સાથે પોતાની વસ્તીને દરેક પ્રકારે સ્વચ્છ રાખવા, બાળકોને સંસ્કારી બનાવવા અને સંપીને રહેવાની શીખ સાથેના આશિવઁચન આપેલ જેનાથી પ્રેરાઇને બાર જેટલા યુવા બાઇઓ બહેનોએ હવેથી બીડી અને ગુટકા સહિતના વ્યસનનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો હતો એવું સ્થાનીક પુજારી મનોજભાઇ અને સંસ્કાર કેન્દ્ર સંચાલક નવીન ભુડીયાની યાદીમાં જણાવાયું છે.
