સબસિડીની લોન મેળવી ગાય ખરીધી હવે ઘરબેઠા રોજગારી પ્રાપ્ત થઈ છે – શ્રીમતી અરુણાબેન રાઉત

સહકારી મંડળીઓ દ્વારા ઘરઆંગણે રોજગારી મેળવી અને સ્થળાંતરની પ્રક્રિયા બંધ થઈ – ડાંગના ગ્રામ્ય વિસ્તારમા ડેરી વિકાસ યોજના

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લાના આર્થિક ઉત્થાનમા સહકારી પ્રવૃત્તિઓનુ સ્થાન અગ્રેસર રહ્યુ છે. રાજ્યના દક્ષિણ વિસ્તારમા આવેલ આદિવાસી જિલ્લો પોતાની દુર્ગમ પરિસ્થિતિના કારણે ઝડપી વિકાસથી અવરોધાય રહ્યો હતો. પરંતુ સહકારી ક્ષેત્રમા પ્રગતિ થતા જિલ્લાના લોકો સ્થળાંતર કરતા મહદઅંશે અટક્યા છે. લોકોને પોતાના ગામમા જ ઘરઆંગણે રોજગારી મળી રહે છે. ડાંગ જિલ્લામા સ્થાનિક રોજગારીની સીમિત તકો વચ્ચે લોકો વર્ષોથી આસપાસના જિલ્લાઓમા તેમજ નજીકના મહારાષ્ટ્ર રાજયમા રોજગારી અર્થે સ્થળાંતર કરતા હોય છે. આ સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા ડાંગ જિલ્લામા ડેરી ઉધોગને વેગવંતો બનાવ્યો છે. નવસારી જિલ્લાના ચીખલી પાસે આવેલ આલીપોરની વસુધરા ડેરીના સહયોગથી ડાંગ જિલ્લામા હાથ ધરાયેલી ડેરી પ્રવૃતિના કારણે લોકોને ઘરઆંગણે રોજગારી મળી છે, મહિલાઓ આર્થિક રીતના પગભર થઈ છે. તેઓ ખેતીની સાથે પશુપાલનના વ્યવસાયને પ્રાધાન્ય આપી રહી છે. ડાંગ જિલ્લાનુ ચિરાપાડા જે મહારાષ્ટ્ર બોર્ડર થી 10 ફક્ત કી. મી જ દૂર આવેલ છે. અહીં ચોમાસુ ખેતી બાદ બહારગામ મહારાષ્ટ્રમા રોજગારી માટે સ્થળાંતર કરવુ પડતુ હતુ પરંતુ હવે સ્થળાંતરનો પ્રશ્ન હલ થયો છે. આ ગામની દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલ મહિલા શ્રીમતી અરુણાબેન રાઉત જણાવે છે કે, તેઓને સબસિડીની લોન મળી, તેઓએ ગાય ખરીધી, ગામમા દૂધ ડેરી આવી અને ઘરઆંગણે જ તેઓને રોજગારી મળતી થઈ. હવે રોજગારી માટે તેઓને બહારગામ જવુ પડતુ નથી. ડેરી ઉત્પાદન સાથે જોડાયેલી અન્ય ગામની મહિલાઓ શ્રીમતી સંગીતાબેન બોરસે અને શ્રીમતી શેવન્તિબેન બોરસે જણાવે છે કે,તેઓએ ઘરઆંગણે દૂધ ભરવાનુ ચાલુ કર્યું ને તેઓને ઘરઆંગણે જ રોજગારી મળી. ડેરી ઉત્પાદનની આવકથી તેઓના ઘરનુ ગુજરાન ચાલે છે. બાળકોને શાળામા ભણાવવામા કે અન્ય આર્થિક પરિસ્થિતિમા તેઓને દૂધ ઉત્પાદનની આવક પુરી પડી રહે છે. ચિરાપાડા ગામના અગ્રણી હીરાભાઈ રાઉત જણાવે છે કે, પહેલા લોકો ફક્ત મોસમ આધારિત ખેતી ઉપર નિર્ભર હતા, પરંતુ જિલ્લામાંથી તેઓને પશુપાલન વ્યવસાય અંગે માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યુ, સબસિડીની ગાયો મળી, ગાયો ખરીદી કરીને ગ્રામજનોએ ખેતીની સાથે પશુ વ્યવસાય શરૂ કર્યો. ગામમા ડેરી આવી અને વધુ ને વધુ ગ્રામજનો ડેરી સાથે જોડાતા ગયા. આજે આ ગામમા ડેરી ઉધોગના કારણે સ્થળાંતર ની પ્રક્રિયા અટકી છે અને ઘરઆંગણે જ લોકોને રોજગારી મળી છે. ડાંગ જિલ્લામા શુધ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમા કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટેની પ્રોત્સાહક યોજના, અનુસૂચિત જનજાતિના પશુપાલકોના ગાબણ પશુઓને ખાણદાણ સહાય, સામાન્ય જાતિના પશુપાલકોના ગાબણ પશુઓને ખાણદાણ સહાય 100% યોજના પૂર્ણ થઈ છે. જ્યારે અનુસૂચિત જનજાતિના પશુપાલકોના વિયાણબાદ પશુઓને ખાણદાણ સહાય, તેમજ દુધાળા પશુ ખરીદી પર 50% સહાય યોજના પૂર્ણ થઈ છે. ડાંગ જિલ્લાના આદિજાતિના બી.પી.એલ કુટુંબોની આવક બમણી કરવાના ઉદ્દેશ્યથી સંકલિત ડેરી વિકાસ યોજના અમલીકરણ બની છે. આ યોજના હેઠળ, રૂ.54,400/- યુનિટ કોષ્ટ નક્કી કરવામા આવી છે. જેમા રૂ.17,400/- કેદ્ર સરકારની સહાય, અને રૂ.15,000/- રાજ્ય સરકારની સહાય, તથા રૂ.20,000/- લોન ઉપરાંત રૂ.2000/- નો લાભાર્થી ફાળાનો સમાવેશ થાય છે. આ યોજનાના લાભાર્થીઓને એક ગાય દીઠ માસિક સરેરાશ રૂ.6400/- જેટલી ચોખ્ખી આવક મળી રહે છે. ડાંગ જિલ્લામા સ્થળાંતર પ્રક્રિયા બંધ થાય તેમજ લોકો આર્થિક રીતના પગભર બને તે માટે સરકાર દ્વારા પશુ પાલનની યોજના અમલમા મુકવામા આવી છે જેનો લાભ અનેક ગામડાઓમા મળ્યો છે. ડાંગ જિલ્લામા 255 જેટલી દૂધ મંડળીઓ અસ્તિત્વમા છે. જે પેકી 246 દૂધ મંડળીઓ મહિલા સંચાલિત દૂધ મંડળીઓ છે. આ તમામ ડેરીઓ કાર્ય કરી રહી છે. લોકોને સ્થાનિક કક્ષાએ રોજગારી આપવાની સાથે સ્થળાંતર પ્રક્રિયા અટકાવવા માટે ડેરી ઉધોગનો મહત્વનો ફાળો રહ્યો છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *