ડાંગ જિલ્લામા છેલ્લા ચોવીસ કલાકમા નોંધાયો સરેરાશ ૨૭૩.૫ મી.મી. વરસાદ : તંત્ર એલર્ટ : નિચાણવાળા વિસ્તારોને કરાયા સજાગ

જિલ્લા પંચાયત હસ્તકના ૨૭ માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં :૪૫ ગામો પ્રભાવિત

શામગહાન-સાપુતારા નેશનલ હાઈ વે હજી પણ વાહન વ્યવહાર માટે બંધ ; વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આજે સવારે છ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન, ડાંગ જિલ્લામા સરેરાશ ૨૭૩.૫ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.

જિલ્લા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આહવા તાલુકામા ચોવીસ કલાક દરમિયાન ૩૨૩ મી.મી. (મોસમનો કુલ વરસાદ ૧૧૮૦ મી.મી.), વઘઇનો ૧૬૯ મી.મી. (કુલ ૧૦૪૧ મી.મી.), સુબિર તાલુકાનો ૨૯૫ મી.મી. (કુલ ૧૦૪૭ મી.મી.), અને સાપુતારા પંથકનો છેલ્લા ચોવીસ કલાકનો ૩૦૭ મી.મી. (મોસમનો કુલ ૧૦૨૬ મી.મી.) મળી જિલ્લામા કુલ ૧૦૯૪ મી.મી. વરસાદ નોંધાતા, અહીં સરેરાશ ૨૭૩.૫ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે ડાંગ જિલ્લાનો ચાલુ વર્ષનો મોસમનો કુલ વરસાદ ૪૨૯૪ મી.મી. એટલે કે સરેરાશ ૧૦૭૩.૫ મી.મી. વરસાદ નોંધાઇ ચુક્યો છે.

જિલ્લાના ડિઝાસ્ટર તંત્રે નિચાણવાળા વિસ્તારો સાથે સતત સંપર્ક સ્થાપી, તેમને સજાગ રહેવાની કવાયત હાથ ધરી છે.

ભારે વરસાદને પગલે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તકના ૨૭ જેટલા માર્ગો, અને લો લેવલ કોઝ વે ઉપર વરસાદી પાણી ફરી વળતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બન્ધ કરાયા છે. જેને લઈને આ વિસ્તારના ૪૫ ગામો પ્રભાવિત થયા છે. તો ગતબરોજ સાપુતારા ઘાટ માર્ગમા ભૂસ્ખલન થતા બન્ધ થયેલો માર્ગ આજ સવારે આઠ વાગ્યાની સ્થિતિએ પણ બન્ધ રહેવા પામ્યો છે.

જિલ્લાના જે માર્ગો અસરગ્રસ્ત થયા છે તેમા (૧) સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, (૨) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ, (૩) ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ, (૪) ટાકલીપાડા-લહાન દભાસ-મોટી દભાસ, (૫) ચિકટિયા-ગાઢવી રોડ, (૬) બારીપાડા-રાનપાડા-ભાપખલ રોડ, (૭) કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમાંરપાડા રોડ, (૮) પીપલદહાડ-જોગથવા રોડ, (૯) બંધપાડા વી.એ.રોડ, (૧૦) શિંગાણા-ધુલદા રોડ, (૧૧) ઢાઢરા વી.એ.રોડ, (૧૨) આંબાપાડા વી.એ.રોડ, (૧૩) ખાતળ ફાટક થી ઘોડી રોડ, (૧૪) કુડકસ-કોશિમપપાતળ રોડ, (૧૫) દોડીપાડા-ચીકાર ફળિયા રોડ, (૧૬) સુસરદા વી.એ.રોડ, (૧૭) ચીખલદા વી.એ.રોડ, (૧૮) આહેરડી-બોરદહાડ રોડ, (૧૯) નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, (૨૦ )ઘોડવહળ વી.એ.રોડ, (૨૧) માછળી-ચીખલા-દિવડયાવન રોડ, (૨૨) વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, (૨૩) ખાતળ-માછળી રોડ, (૨૪) કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, (૨૫) પાતળી-ગોદડિયા રોડ, (૨૬) ભેંસકાતરી-કાકરદા-ભોંગડીયા-એન્જીનપાડા રોડ, અને (૨૭) ભાલખેત-ચીખલા-મહાલ રોડ યાતાયાત માટે બન્ધ થવા પામ્યા છે. આ માર્ગો બન્ધ થવાથી ૪૫ ગામો પ્રભાવિત થવા પામ્યા છે.

વહીવટી તંત્રે વાહનચાલકોને અવરોધાયેલા આ માર્ગોને બદલે સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *