
બે વર્ષની ભવ્ય સફળતા તેમજ ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે મિલાપ ટાટારિઆ દ્વારા અને ડૉ. નિધિ ફિઝિયો વર્લ્ડનાં સહયોગથી સેક્ટર-૨૧ ખાતે ફિઝિયોથેરાપી કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનાં દિવસે સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીસ્ટનાં જાણીતાં નિષ્ણાંત ડૉક્ટર નિધિ લેકિનવાલા દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે અદ્યતન મશીનોની મદદથી પ્રેક્ટીકલી સારવાર આપવામાં આવી હતી તથા લાભ લેનાર લાભાર્થીઓને માહિતી આપી જાગૃતી લાવવા માટેનું ઝુંબેશ હાથ ધર્યું હતું. જેમાં ડૉ. નવનીત ઝાલા અને ડૉ. મેધાવી પટેલ વિશેષ સહભાગી રહ્યા હતા. આ ફિઝિયોથેરાપી કેમ્પમાં ગાંધીનગર સાહિત્યસભાનાં અધ્યક્ષ સંજય થોરાત, ગાંધીનગર મહાનગરપાલિકાનાં વિપક્ષ નેતા અંકિત બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં અને મોટી સંખ્યામાં ગાંધીનગરનાં સૌ નગરજનોએ કેમ્પનો લાભ લીધો હતો તથા કેમ્પને સરળ રીતે સફળ બનાવવા માટે કોર્પોરેટરો, ડૉક્ટરો અને દરેક લાભાર્થીઓનો મિલાપ ટાટારિઆએ આભાર વ્યક્ત કર્યો હતો.
