ડાંગ સ્વરાજ આશ્રમમાં અલુણા વ્રતની ઉજવણી

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લાના આહવા તાલુકા ની વલ્લભ વિદ્યાલય ઉ.બુ.ઉ. મા. શાળા આહવા ખાતે શાળા પરિવારમાં તાજેતરમાં અલુણા વ્રત નિમિત્તે ભાઈઓ બહેનો માટે વિવિધ સ્પર્ધા નું આયોજન કરી ઉજવણી કરવામાં આવી જેમાં મેંહદી, થાળી શણગાર અને કેશ ગુંથન સ્પર્ધામાં 60 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો. આ કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રીમતી જાગૃતીબેન સાંવતના દર્શન હેઠળ શાળાપરિવારે સુંદર સંચાલન કર્યું હતું. તેમજ આ ત્રણને સ્પર્ધાના માધ્યમિક અને ઉમા વિભાગના વિજેતાઓને પ્રોત્સાહન ઇનામ વિતરણ કરાયા હતા. મેંહદીસ્પર્ધામાં પ્રથમ કુંવર પુષ્પ જે. ધો. 11, બીજા ક્રમે દેશમુખ રસીતા આર ધો. 12 ત્રીજા ક્રમે ડોકિયા કરીના એ. વિજેતા થયા હતા. જ્યારે થાળી શણગારમાં માધ્યમિક વિભાગમાં ઠાકરિયા દિપકભાઈ વાય ધો.10 અને ઉ.મા. વિભાગમાં ગાવિત અંકિતા બી ધો. 11 પ્રથમ નંબર વિજેતા થયા હતા. જ્યારે કેશગુંથન સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં પવાર યશોદાબેન પી. ધો.9 અને ઉ.મા. વિભાગમાં ભોવર્યા સરિતા આર. ધો. 12 વિજેતા જાહેર થયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *