
માન . પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સુરત શહેરના સર્વાંગી વિકાસ અને ‘ ‘ World Cities Summit – 2022 ” અર્થે શહેરના પ્રથમ નાગરિક માન . મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાની રૂબરૂ મલાકાત આઠમી ‘ ‘ World Cities Summit – 2022 તા .૩૧ / ૦૭ / ૨૦૨૨ થી તા .૦૩ / ૦૮ / ૨૦૨૨ દરમ્યાન સિંગાપોર ખાતે યોજાનાર છે . જે અંતર્ગત તા .૩૧ / ૦૭ / ૨૦૨૨ ના રોજ આયોજિત Mayors Forum માં ભાગ લેવા માટેનું નિમંત્રણ Prime Minister – Singapore ારા માન . મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાને મળેલ છે . જે સંદર્ભે આજરોજ શહેરના પ્રથમ નાગરિક એવા માન . મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાએ માન.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની રૂબરૂ મુલાકાત લઈ આઠમી World Cities Summit – 2022 ‘ ‘ માં રજુ કરવા સુરત શહેર અને સુરત શહેરના સર્વાંગી વિકાસ કાર્યો બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી . વધુમાં તેઓશ્રીએ માન . પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જરૂરી સુચનો અને માર્ગદર્શન મેળવ્યા . ‘

