

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ગુજરાત પ્રદેશ ભરતીય જનતા પાર્ટી ના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી, પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોન ના પ્રભારી શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી અને ડાંગ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખશ્રી દશરથભાઈ પવાર અને ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ ની આગેવાની હેઠળ કોંગ્રેસના લોકસભાના પક્ષના નેતા શ્રી અધિર રંજન ચૌધરી દ્વારા પ્રથમ મહિલા આદિવાસી મહામહીમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે અશોભનીય શબ્દોનો પ્રયોગ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં આજરોજ આહવા ફુવારા સર્કલ ખાતે અધિર રંજન ચૌધરી વિરુધ્ધ સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો,આ તબક્કે ડાંગ જીલ્લાના પ્રભારી પ્રફુલભાઇ પાનસેરીયાજી,સદસ્ય અભિયાન ના સહ ઇન્ચાર્જ અશોકભાઈ ધોરજીયાજી,જિલ્લા પંચાયત ના પ્રમુખ મંગળભાઈ ગાવિત,જીલ્લા મહામંત્રી કિશોરભાઈ ગાવિત, હરિરામભાઈ સાવંત, રાજેશભાઈ ગામીત, ભાજપ ઉપપ્રમુખ ગિરીશભાઈ મોદી ,પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી સુભાષભાઈ ગાઈન ,દુર્ગેશભાઈ તિવારી જીલ્લા મીડીયા કન્વીનર પાંડુભાઈ ચૌધરી,આહવા મંડલ ના પ્રમુખશ્રી સંજયભાઈ વ્યહવારે, મહામંત્રી સતિષભાઈ સેદાણે, તેમજ યુવા મોરચાના મહામંત્રી આઝાદ બધેલ,દિપકભાઈ,અનુસૂચિત મોરચા ના પ્રમુખ પ્રવીણભાઈ આહિરે, ઉપપ્રમુખ દક્ષાબેન પટેલ મહિલા મોરચાના પ્રમુખ સુમનબેન દળવી, મહામંત્રી અરુણાબેન ધુમાડ તથા જિલ્લા -તાલુકા ના હોદેદારો,કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
