આદિવાસી સમાજના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ –  શ્રીમતી આરતીબેન ભીલ

વિશ્વ આદિવાસી દિવસના વિસરવાડી ગામમાં ખાતેના કાર્યક્રમમાં સહભાગી થતા શ્રીમતી આરતીબેન ભીલ

આદિવાસી સમાજ ની સમસ્યાઓ, વિશેષતાઓ, પરંપરિક વાર્તા ના વિશે ચર્ચા કરી

મહારાષ્ટ્ર રાજ્યના વિસરવાડી ગામમાં  ખાતે વિશ્વ આદિવાસી દિવસની  ઉજવણી  શ્રીમતી આરતીબેન ભીલ ની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. રાષ્ટ્રીય આદિવાસી જન કલ્યાણ મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષ કૌશિકભાઇ વસાવા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. અહીંથી મહાનુભાવોએ વિવિધ યોજનાકીય લાભોનું નાગરિકોને વિતરણ કર્યું હતું. તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોએ મંચ ઉપરથી બહુમાન કર્યું હતું.

                શ્રીમતી આરતીબેન ભીલ એ આ પ્રસંગે જણાવ્યું કે, આદિવાસી સમાજના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધતા સાથે કામગીરી કરી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં આદિવાસી સમાજના વિકાસ માટે અનેકવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ થકી નોંધપાત્ર કામગીરી કરી રહી છે.

                આદિવાસી વિસ્તારોમાં સરકારની અનેક યોજનાઓ સફળતાપૂર્વક અમલીકરણ કરાતા આ વિસ્તારોનો સારો વિકાસ થયો છે અને તેઓ મુખ્યપ્રવાહમાં જોડાયા છે. સરકારની આવાસ યોજના, આરોગ્ય સુવિધાલક્ષી યોજનાઓ, રોડ-રસ્તાઓથી લઇને પાયાની જરૂરીયાત માટે સરકારે પ્રતિબદ્ધતા સાથે જવાબદારી નિભાવી છે.

શ્રીમતી આરતીબેન ભીલ એ આ પ્રસંગે જણાવ્યું કે,  રાષ્ટ્રુના સર્વોચ્ચણ પદ પર આદિવાસી મહિલા સુશ્રી દ્રૌપદી મુર્મુની રાષ્ટ્રણપતિ પદ પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તક પૂરી પાડી નિયુકિત થતાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે અભિનંદન પાઠવી આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિશેષ બન્યુ

                કોરોનામાં દેશના ૮૦ કરોડ લોકોને બે વર્ષ સુધી નિ: શુલ્ક અનાજ આપીને દ્રરિદ્રનારાયણની જઠરાગ્નિને ઠારવાનું પુણ્યકાર્ય સરકારે કર્યું છે. કોરોના રસીકરણની કામગીરી પણ વિશ્વભરમાં ઉદારણીય બની રહે તે રીતે કરવામાં આવી છે. કોરોનાના આ મુસીબતના સમયમાં સરકાર હંમેશા ગરીબોની પડખે ઉભી રહી હતી. પ્રધાનમંત્રીશ્રી આગામી ૨૫ વર્ષના દેશના વિઝન લઇને આગળ વધી રહ્યાં છે ત્યારે આપણે સૌ આ વિઝનને સફળ બનાવવામાં સહભાગી થઇએ તેમ તેમણે ઉમેર્યું હતું.   આ પ્રસંગે મહાનુભાવોએ બિરસામુંડા ભગવાન અને આદિવાસી દેવીદેવતાઓના પૂજન  સાથે કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.  ગુજરાત હાઇકોર્ટ ના અધિવક્તા અને રાષ્ટ્રીય આદિવાસી જન કલ્યાણ મંચ ના રાષ્ટ્રીય મહાસચિવ શ્રીમતી આરતીબેન ભીલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી આદિવાસી સમાજ ની સમસ્યાઓ, વિશેષતાઓ, પરંપરિક વાર્તા ના વિશે ચર્ચા કરી અને પૂર્વજોને યાદ કરીને આદિવાસી દિવસ ના કાર્યક્રમને ઉજવવામાં આવ્યો હતો . આ વેળાએ રાષ્ટ્રીય આદિવાસી જન કલ્યાણ મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષ કૌશિકભાઇ વસાવા અને  ઈશ્વરભાઈ ગાવીત વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *