

રિપોર્ટ, મયુર પટેલ
મહુવા તાલુકાના વલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે “રાષ્ટ્રીય કૃમિનાશક દિન” ની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વલવાડા ના કાર્ય વિસ્તાર ના ગામો મા 1 થી 19 વર્ષના તમામ શાળાએ જતા તથા શાળાએ ન જતા તેમજ આંગણવાડી ના બાળકોને ટેબલેટ આલ્બેડાઝોલ ના ડોઝ રૂબરુ માં પીવડાવાની શરૂઆત પ્રાથમિક શાળા વલવાડા થી કરવામાં આવી હતી ઉપરાંત.ડૉ. હિમાંશુ. બી. પટેલ દ્વારા બાળકોમાં કૃમિનાશક દવાના ફાયદા વિગતવાર
સમજાવ્યા હતા તેમજ વાલીઓ તથા શિક્ષકોને આ કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપવા જણાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો, સી. એચ. ઓ આશા બહેનો, આંગણવાડી બહેનો, એ ભારે જહેમત ઉઠાવી હતી અંતે શાળાના આચાર્ય કેયુરભાઈ પટેલે આભાર વિધિ કરી દરેક નો આભાર માન્યો હતો..