અનોખી પહેલ…. મહેશભાઈ પટેલની આગેવાનીમાં સાબરકાંઠા બેંકના કર્મચારીઓની તિરંગા યાત્રા યોજાઈ


રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા
હિંમતનગર શહેરના મુખ્ય બજારોમાં વંદે માતરમ… ભારત માતાકી જય ના નારા સાથે સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આર્થિક જીવા દોરી સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલની આગેવાનીમાં તમામ કર્મચારીઓ દ્વારા બેંક થી શહેરના મુખ્ય બજારમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી, ચીફ એક્ઝીક્ટીવ એચ.પી.નાયક, બોર્ડ એડવાઈઝર હરીશભાઇ પટેલ, જનરલ મેનેજર પ્રવીણભાઈ પટેલ, ગીરીશભાઈ પટેલ, તેમજ બેંકના અધિકારીગણ મહિલા-પુરુષ કર્મચારીગણ સાથે તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યા અને ગોપાલસિંહ રાઠોડ પણ જોડાયા હતા. બેંકના ચેરમેન મહેશભાઈ પટેલે બજારમાં તિરંગા ધ્વજનું વિતરણ કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *