


રિપોર્ટ, મયુરપટેલ
આઝાદીના અમૃત મહોત્સવ એટલે કે ૭૫ વર્ષની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે. ત્યારે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાન થી ભારતમા ખૂણે ખૂણે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જનજાગૃતિ લાવવા તેમજ પ્રત્યેક વ્યક્તિમાં રાષ્ટ્રીયવાદનો ભાવ જાગે અને તેજ ઉત્સાહ અને ઉમંગથી તા.૧૩ થી ૧૫ દરમિયાન સમગ્ર ભારત વર્ષમાં તિરંગો પ્રત્યેક નાગરિકના ઘરે ઘરે લહરાશે. તે અંગે જાગૃતિ લાવવા મહુવા તાલુકાના અનાવલ ગામે માનનીય ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં તિરંગો ફરકાવી તિરંગા પદયાત્રા રેલીને અનાવલ બિરસા મુંડા સર્કલ પરથી પ્રસ્થાન કરાવ્યું હતું. જે પદયાત્રા બિરસા મુંડા સર્કલ પરથી નીકળી સમગ્ર અનાવલ પંથકમાં ફરી હતી. જેમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ, મહુવા તાલુકા ભાજપા ઉપપ્રમુખ ગૌરાંગભાઈ પટેલ, અનાવલ ગામના સરપંચ મંજુલાબેન પટેલ, જનકભાઈ જોશી, ડૉ. પ્રમોદ ચૌધરી, જીતુભાઈ પટેલ, તથા કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.