સરકારી વિભાગના તમામ અધિકારીઓ સ્ટાર્ટઅપ પ્રોગ્રામથી વાકેફ રહે તે જરૂરી છે-સુશ્રી તન્વી પટેલ

કોઈક નવો વિચાર આવે અને પૂરા દેશમાં છવાઈ જવું હોય તો સ્ટાર્ટઅપના માધ્યમથી બિઝનેસ શરૂ કરી શકાય – કુલપતિ ડૉ. કે. બી. કથિરીયા
આણંદ જિલ્લાકમાં તમામ ઇન્ડટસ્રીુલપઝ એકમંચ પર આવીને સ્ટાીર્ટઅપની ઇકો સિસ્ટમને વઘુ મજબૂત બનાવે

કૃષિ યુનિવર્સિટી આણંદના સ્ટાર્ટઅપ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં ૮૦ કરતાં વધારે સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા છે : આણંદમાં ત્રણ સ્ટાર્ટઅપ સેન્ટર કાર્યરત
રિપોર્ટ : બીના પટેલ
આણંદ ખાતે કેન્દ્ર અને રાજ્યર સરકારના સ્ટાકર્ટઅપ્સઅને પ્રોત્સાઓહન આપવા અને રોકાણકારો તથા સરકારી અધિકારીઓને સંવેદનશીલ બનાવવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,આણંદ દ્વારા કૃષિ યુનિવર્સિટી,આણંદ ખાતે કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં કાર્યક્ષમ રોકાણકારો તેમજ સરકારી અધિકારીઓને સ્ટારર્ટઅપના વિવિધ પાસાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યશાળાના પ્રથમ સેશનમાં સરકારી અધિકારીઓને સ્ટાકર્ટઅપ ઇન્ડીયાના લાભ, સ્ટાગર્ટઅપ્સ / સુક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગો માટે GeM થી પ્રોક્યુરમેન્ટ, ગુજરાતની ઇકો સિસ્ટામ અને નોડલ ઇન્સ્ટીટ્યુટ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સ્ટાહર્ટઅપ્સે પર ગ્રામીણ અસર તેમજ મહિલાઓની આગેવાની હેઠળ આવતા સ્ટાેર્ટઅપ્સય અને તેમના અનુભવો, સંભવિત રોકાણકારો માટે વેન્ચનર ફંડિંગ, સ્ટાનર્ટઅપ્સવમાં રોકાણના અવસરો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.બી. કથિરીયા કહ્યું હતું કે, કોઈક નવો વિચાર આવે અને પૂરા દેશમાં છવાઈ જવું હોય તો સ્ટાર્ટ અપના માધ્યમથી બિઝનેસ શરૂ કરી શકાય છે. સ્ટા ર્ટઅપ્સણને પ્રોત્સા હન આપવા આણંદ જિલ્લાના ઉદ્યોગકારો અદભુત કામ કરી રહ્યા છે.તેમણે નાના અને મોટા તમામ ઉદ્યોગકારોને એક મંચ પર આવી વિચારોનું આદાન પ્રદાન કરવા જણાવ્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ સેન્ટરના શ્રી નિકુંજ સોનીએ જણાવ્યું હતું કે હવેના સમયમાં સ્ટાર્ટઅપની જાણકારી ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્ટાર્ટઅપની જાણકારી જન જન સુધી પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સ્ટાર્ટઅપમાં નોંધણી કરાવવા માટે ભારત સરકારના ડી.પી.આઇ. આઈ.ટી પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવી સ્ટાર્ટઅપ શરૂ કરી શકાય છે . સ્ટાર્ટઅપ એક બિઝનેસ છે, પરંતુ આ બિઝનેસમાં તમે કંઈક નવું લઈને આવો છો, કોઈ પ્રોડક્ટમાં કોઈ ખામી હોય તો તેને સુધારો કરીને લઈ આવો છો, સ્ટાર્ટઅપ એટલે એક જગ્યાએથી બિઝનેસ કરીને આખા ભારતમાં વેચી શકીએ તેને સ્ટાર્ટઅપ કહેવાય છે. કૃષિ યુનિવર્સિટી આણંદના સ્ટાર્ટઅપ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં ૮૦ કરતાં પણ વધારે સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર સુશ્રી તન્વી પટેલે જણાવ્યું કે ગુજરાતમાં ઉદ્યોગો અને સ્ટારર્ટઅપ માટે અનુકૂળ વાતાવરણ છે અને સરકાર પણ ઉદ્યોગોને પ્રોત્સાયહન આપી રહી છે. આણંદ જિલ્લાવમાં તમામ ઇન્ડમસ્ટ્રીેઝને એકમંચ પર આવીને સ્ટાાર્ટઅપ્સકની ઇકો સિસ્ટોમને વઘુ મજબૂત બનાવવા પર તેમણે ભાર મુક્યોણ હતો. સરકારી વિભાગના તમામ અધિકારીઓ સ્ટાર્ટઅપ પ્રોગ્રામથી વાકેફ રહે તે જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.તેમણે ઉમેર્યું કે સ્ટાર્ટઅપ કાર્યક્રમ ભારત સરકાર દ્વારા અમલી બનાવવામાં આવ્યો છે. આણંદ જિલ્લાના તમામ વિભાગોના સરકારી અધિકારીઓને કાર્યક્રમની જાણકારી હોય તો તેઓ પણ દરેક વ્યક્તિઓને સ્ટાર્ટઅપ કાર્યક્રમથી માહિતગાર કરી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ ખાતે સેમકોમ કોલેજ, ઇરમા અને આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટર દ્વારા કોઈપણ વ્યક્તિને સ્ટાર્ટઅપ શરૂ કરવું હોય તો તેની જાણકારી આપવામાં આવે છે.
ગાંધીનગરથી જેમ પોર્ટલની ટીમ શ્રી સાગર સોની, શ્રી નિધિ દ્વારા JEM પોર્ટલ પર સ્ટાર્ટઅપનું રજીસ્ટ્રેશન અને JEM પોર્ટલ પરથી કરવાની થતી ખરીદી અને તેની સવિસ્તૃત જાણકારી ઓનલાઈન વિડીયોના માધ્યમથી આપી હતી.
આ સેમીનારમાં કૃષિ યુનિવર્સિટી આણંદના ફૂડ પ્રોસેસિંગના ડીન શ્રી ડો.સમીત દત્તા, કોલેજ ઓફ હોર્ટીકલ્ચરના ડીન ડો. એન. આઈ. શાહ, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
