
રિપોર્ટ : બીના પટેલ
ચરોતર ગેસ ના ચેરમેન ધર્મેન્દ્ર ભાઈ પટેલ દ્વારા ટ્રાઇકોન માં સી. ઈ.ઓ. અને ફાઉંડર હિમાંશુભાઈ પટેલ સાથે યુ.એસ.એ માં ઇલેક્ટ્રીક અને હાઇડ્રોજન વિહિકલ લોન્ચિંગ મીટીંગ યોજાઈ હતી. ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ, વિઠ્ઠલ ઉદ્યોગનગર ના ચેરમેન ધર્મેન્દ્રભાઈ જે પટેલ દ્વારા યુ.એસ.એ માં ટ્રાઈકોન ના સી.ઇ.ઓ અને ફાઉન્ડર હિમાંશુભાઈ પટેલ ની મુલાકાત લીધી હતી. હિમાંશુભાઈ પટેલ દ્વારા તૈયાર કરેલ ઇલેક્ટ્રીક તથા હાઇડ્રોજન થી ચાલતી ટ્રક નું નિરીક્ષણ કર્યું હતું તેમજ ટુ વ્હીલર,થ્રી વ્હીલર અને ફોર વ્હીલર અને હાઇડ્રોજન થી ચા ગાડીઓ નો ટ્રાયલ લીધો હતો. આ સાથે ઇલેક્ટ્રીક થી તથા હાઇડ્રોજન થી ચાલતા વાહનો ની પણ વ્યવસ્થા સમગ્ર ગુજરાત માં ઉભી કરવામાં આવશે ઇલેક્ટ્રિક વ્હીકલોની માગ પણ રોજબરોજ વધી રહી છે તે માટે ટુ વ્હીલર,થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વિહિકલ પણ લોન્ચ કરવામાં આવશે.જેથી પ્રદૂષણ મુક્ત અને ધ્વનિ રહિત વાતાવરણ ઊભું કરી પર્યાવરણ ને અનુરૂપ થયી શકીએ. આ મુલાકાત દરમ્યાન હિમાંશુભાઈ પટેલ, સી.ઈ.ઓ દ્વારા ચરોતર ગેસ ના ચેરમેન ધર્મેન્દ્રભાઈ પટેલ ને આવકાર્યા હતા અને તેમની કંપની વિશે માહિતીગાર કાર્ય હતા. અને આગામી એક બે મહિના માં ભારત ખાતે ચરોતર ગેસ ની મુલાકાત લઈ અને આ દિશા માં આગળ વધવા માટે પહેલ કરવાનું કહ્યું હતું. ઉપરોક્ત મુલાકાત દરમિયાન હિમાંશુભાઈ પટેલ, કુશ.વી.પટેલ,દારાસિંહ જી, વ્યોમેશ પટેલ,મયુર.એન.દેસાઈ,તથા મિ.પીટર બાસ દ્વારા ચરોતર ગેસ ના ચેરને ધર્મેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા વિચારણા કરી ટુંક સમય માં ગ્રીન ફ્યુઅલ ની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
