નવસારી ખાતે મહાન દેશભકત દાદાભાઈ નવરોજી ની ૧૯૭ મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટ,મયુર પટેલ

વિશ્વ વિભૂતિ અને અપાર લોકપ્રિયતા ધરાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશભરમાં ભારતના નિર્માણમાં ફાળો આપનાર રત્નો ના જીવન અને કવન આજની યુવા પેઢી આત્મસાત કરે એ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે આવો જ એક કાર્યક્રમ નવસારી ખાતે યોજાયો જેમાં “દાદાભાઇ નવરોજીની ૧૯૭ વર્ષની જન્મ જયંતી ઉજવવામાં આવી જેઓનું આઝાદી રાષ્ટ્રીય ચેતના યજ્ઞમાં મોટું પ્રદાન છે.ભણવામાં હોશિયાર, તેજસ્વીતાના અનેક ચંદ્રકો,ગાંધીજીની પરદેશમાં ઓળખાણ કરાવનાર,બ્રિટીશ સાંસદ,ઉંચી કક્ષાના રાષ્ટ્રીય નેતા પણ નવસારીના હતા.યુવા પેઢી આ હકીકત વાગોળે તે માટે પ્રા.જશુભાઇ નાયકની ટીમ એમની જન્મજયંતિ ઉજવણી પ્રસંગે શાળાઓને નગરજનોને એકત્ર કરે એ ગૌરવમય ઘટના બની રહે છે.આ શબ્દો ધારાસભ્ય પિયુષ દેસાઇએ દાદાભાઈ નવરોજીની ૧૯૭ મી જન્મજયંતિ પ્રસંગે લક્ષ્મણ ટાઉન હોલ સ્થિત દાદાભાઇ નવરોજીની પ્રતિમાને વંદના કરી ઉપસ્થિત શાળાના એન.એસ.એસ તથા જૂનિયર રેડક્રોસ ના વિદ્યાર્થીઓ સમક્ષ જણાવ્યા હતા.વિદ્યાર્થીઓએ દાદાભાઈ નવરોજી અમર રહો સ્વરાજય ના નારાથી ટાવર વિસ્તારને ગજવ્યો હતો.વિદ્યાર્થીઓ શાળામાંથી સૂત્રોચ્ચાર-રેલી આકારે આવ્યા હતા.પાલિકા પ્રમુખશ્રી જીગીષ શાહ રાષ્ટ્રીય લઘુમતી પંચના ઉપાધ્યક્ષ શ્રી કૈરસી દેબ્રુ.ચીફ ઓફિસરશ્રી જે.યુ.વસાવા પાલિકાના અન્ય સદસ્યો,ભાજપ-કોગ્રેસ પક્ષના કાર્યકરો વગેરે ઉપસ્થિત રહયા હતા.કન્વીનર પ્રા.જશુભાઇ નાયકે નગરની અસ્મીતા જાળવવા અને આઝાદી અમૃત મહોત્સવને મહેકાવવા શાળાઓના,અન્ય સંસ્થાઓના મળતા સહકાર ને બિરદાવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *