સરદાર સરોવર નર્મદા નિગમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમોડા નાબાર્ડ અને રીલાયન્સ ફાઉન્ડેશન ના સયુંકત ઉપક્રમે કાર્યક્રમ નું આયોજન
શંખેશ્વર તાલુકા ના જેસડા ગામ માં આવેલ આશ્રમ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ચણા ના પાક ને ધ્યાન માં રાખી ને વાવણી થી વેચાણ સુધી ની વિગતવાર માહિતી આપવામાં આવેલ.
કાર્યક્રમ ની શરૂઆત કરતા રીલાયન્સ ફાઉન્ડેશન ના ટીમ લીડર નિરપતસિંહ કિરાર દ્વારા કાર્યક્રમ નો હેતુ તેમજ સંસ્થાઓ ના સંકલન થી તેલિયાક્ષાર પાઇલોટ પ્રોજેક્ટ ની સફળતા અને સર્વગ્રાહી કૃષિ વિકાસ બાબતે ખેડૂતો ની જાગૃતતા બાબતે સમજણ આપેલ
ત્યાર બાદ કે.વી.કે સમોડા ના ડો.ગુણવંતભાઈ પટેલ દ્વારા બીજ માવજત આઈ.પી.એમ અને પાક ને બીમારીઓ થી બચાવવા માટે ના ઘરગથું ઉપાયો સાથે ઓર્ગેનિક ખેતી કરી વધુ આવક કેમ મેળવવું તે બાબતે વિગતવાર માર્ગદર્શન આપેલ
ત્યાર બાદ કે.વી.કે સમોડા ના ડ્રો.સચીનભાઈ દરજી સાહેબ દ્વારા ઓર્ગેનિક ખેતી માં ધ્યાન રાખવા જેવી બાબતો બાગાયતી ખેતી પાક ને જરૂરી ખોરાક અને તેની માત્રા બેક્ટેરિયા અને ફૂગ ની કાર્ય પ્રણાલી અને તેમના દ્વારા થતા રોગ અને તેના ઉપાયો ની વિગતવાર માહિતી આપી
ત્યાર બાદ વઠિયાર કિસાન પ્રોડ્યુસર કંપની ના ચેરમેન દજ્જુભાઇ નાડોદા દ્વારા ખેડૂત કંપની ની જરૂરિયાત તેના ફાયદા ખેડૂત સંગઠન ના લાભો અને છેલ્લા બે વર્ષ માં કરેલી પ્રગતિ વિશે માહિતી આપતા જણાવેલ કે ચાલુ વર્ષ માં શંખેશ્વર ના ખેડૂતો ને ચણા ના વેચાણ માટે સમી કે હારીજ ની માર્કેટ માં લાઈન માં ના ઉભુ રહેવું પડે અને સમય અને ખર્ચ ની બચત થાય એ માટે સરકાર ની એમ. એસ.પી માં ટેકા ના ભાવે ચણા ના ખરીદી નું સેન્ટર ચાલુ કરવામાં આવ્યું જેમાં 2820 ખેડૂતો અને 9.16 કરોડ ની ખરીદી કરી આપણા વિસ્તાર ના વિકાસ માટે ખુબજ મોટી કામગીરી કરેલ તેમજ કંપની દ્વારા ખેડૂતો ના વિકાસ ની વિગતવાર સમજણ આપતા કંપની નું ભાવી આયોજન જેમાં સિડ પ્રોસેસિંગ યુનિટ અને ગોડાઉન તેમજ વઢિયાર ના ચણા ને પ્રોસેસ કરી તેમાંથી ઘણી પ્રોડક્ટ બનાવી તેને બ્રાન્ડ બનાવી માર્કેટ માં ઉતરાવી અને ચણાની દાળ બનાવવા માટે દાળ મિલ નું ભાવી આયોજન છે તેવી માહિતી આપી હતી
ત્યાર બાદ સરદાર સરોવર નર્મદા નિગમ પાટણ જિલ્લા ના સર્વદમન જોશી સાહેબ દ્વારા તેલીયાક્ષાર કાર્યક્રમ બાબતે વિગતવાર માહિતી આપતા ખેડૂતો ને જાગૃત થવાની જરૂરીયાત ઉપર ભાર મુકતા જણાવેલ કે વઢિયાર વિસ્તાર ના વિકાસ માટે કાર્યરત ખેડૂત કંપની વાઢીયાર રીલાયન્સ ફાઉન્ડેશન કે.વી.કે સમોડા તેમજ નાબાર્ડ ની યોજના સહભાગી બનવા સાથે સાથ સહકાર આપી તેમના દ્વારા આયોજિત મિટિંગ તાલીમો માં સહભાગી બનવું જોઈએ તેમજ તાલુકા અને જિલ્લા માં કાર્યરત મનરેગા આત્મા ખેતીવાડી બીજ નિગમ જેવી સરકારી એજન્સી ની યોજનાઓ નો ભરપુર લાભ મેળવી આપણો વિકાસ આપણે ખુદ કરવો પડશે.
ત્યાર બાદ નાબાર્ડ ના પાટણ જિલ્લા ના મુખ્ય અધિકારી વર્મા સાહેબ દ્વારા આ વિસ્તાર ના વિકાસ માટે કાર્યરત ખેડૂત સંગઠનો ને નાબાર્ડ ની યોજનાઓ ના માધ્યમ થી જરૂરી તમામ મદદ કરવા આશ્વાસન આપેલ તેમજ સ્થાની પાકો ની વેલ્યુ એડિસન કરી તેમની બ્રાન્ડ બનાવી દેશમાં નામ રોશન કરવા ની ક્ષમતાં ને જાગૃત કરવા માહિતી તેમજ માર્ગદર્શન આપેલ
કાર્યક્રમ ને પૂર્ણાહુતિ તરફ લઈ જતા રીલાયન્સ ફાઉન્ડેશન ના પ્રોજેક્ટ મેનેજર જયરામભાઈ દેસાઈ દ્વારા માહિતી આપવામાં આવેલા કે રીલાયન્સ ફાઉન્ડેશન અને અહીંયા હજાર અન્ય એજન્સી ઓ દ્વારા આ વિસ્તાર ના વિકાસ માટે સયુંકત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેમાં દ્વીપ માં ખેડૂતો ને મદદ હોલિયા ની યોજના બાગાયત ના સહાયતા સાથે માહિતી અને માર્ગદર્શન તેમજ ખેતી ને લગતા વિવિધ પ્રકાર ના ડેમો ની કામગીરી ચાલુ છે જેમાં લાભ લેવા વિનંતી કરી હતી
કરક્રમ ને પૂર્ણ જાહેર કરતા રીલાયન્સ ફાઉન્ડેશન ને વ્રજલાલ રાજગોર દ્વારા આજના કાર્યક્રમ માં હાજર રણોદ જેસડાં ખીજડિયારી ઇસ્લામપુરા લોટેશ્વર ઋણી મેમણાં ગામ ના સાત ગામ ના 50 જેટલા ખેડૂતો અને 10 જેટલા અધિકારીઓ નો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરેલ. યસ મજીઠીયા આનંદ ઠકકર ડીસા
