આર. સી. મિશન શાળા વડતાલ ખાતે રમત ગમત દિવસ ની ઉજવણી( સ્પોર્ટ ડે) યોજાયો.

૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ શનિવારના રોજ વડતાલ, તાલુકો નડિયાદ જિલ્લો ખેડા, આર. સી. મિશન શાળા વડતાલ ખાતે સ્પોર્ટ ડે ની ઉજવણી કરવામાં આવી સમય સવારે 8:30 કલાકે આવકાર શિક્ષક મિત્રો દ્વારા. કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે. પ્રાર્થના દીપ પ્રાગટ્ય, પરેડ, મહેમાનશ્રીઓ નોપરિચય, ફુલહાર વિધી, મુખ્ય અતિથિ સી.આર.સી.કો-ઓર્ડીનેટર વડતાલ શ્રી શંકરભાઈ મહેમાનશ્રીઓ માં વાલીમિત્રશ્રી સુરેશભાઈ પરમાર શિક્ષિકા શ્રીમતી મનીષાબેન ડાભી સંધ્યા દીપના સુપિરિયર સિસ્ટર સંગીતા સિસ્ટર તેજના શાળામાં મેનેજર શ્રી રેવ. ફાધર થોમાસ શાળાના આચાર્યશ્રી અનિકેત ડાભી દ્વારા મંચની શોભામાં અભિવૃદ્ધિ કરવામાં આવી હતી. મહાનુભાવોનો પરિચય ડોક્ટર શૈલેષ વાણીયા શૈલ દ્વારા આપવામાં આવ્યો હતો પ્રસ્તાવના અતુલ માસ્ટર દ્વારા પ્રતિજ્ઞા શિક્ષિકાશ્રીમતી શીલાબેન પરમાર દ્વારા આશિષ વચનો રેવ. ફાધર દ્વારા પિરામિડ બાળકો દ્વારા ત્યારબાદ ડાન્સ તરત કાર્યક્રમ ને કબૂતર ઉડાડી ખુલ્લો મુકવામાં આવ્યો હતો ગ્રાઉન્ડની જવાબદારી રાજેશભાઈ વિકાસભાઈ તથા શીલાબેન દ્વારા નિભાવવામાં આવી બાળકોને સાચવવાની જવાબદારી નીતાબેન પ્રિયંકાબેન જયશ્રીબેન તથા અતુલ ભાઈ દ્વારા ઉઠાવી હતી આભાર વિધિ આચાર્ય શ્રી અનિકેત ડાભી દ્વારા ૧૧ કલાકે રાષ્ટ્રગાન સમૂહમાં કરવામાં આવ્યું કાર્યક્રમના ઇન્ચાર્જ ડોક્ટર શૈલેષ વાણીયા શૈલ તથા વિકાસભાઈ પટેલિયા હતા. બાળકોના મુખાકૃતિ ઉપર અનેરો આનંદ જોવા મળ્યો અંતમાં અલ્પાહાર સાથે છુટા પડ્યા રમતોમાં લખોટી ચમચી, દેડકાં કુદ, સાદી દોડ, લોટ પૈસો, દોરડી કુદ, ત્રિપગી દોડ, કોથળાદોડ , સાદી દોડ એકથી ત્રણ નંબર લેવામાં આવ્ય હતા કોરોનાબાદ શાળામાં આ પહેલો સ્પોર્ટ ડે એટલે ઐતિહાસિક દિવસ જોવા મળ્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *