રાજકોટમાં જીવનનગર સમિતિએ કાર્યકર્તાઓનું સન્માન કર્યું

– જીવનનગરમાં પ્નાચીન ગરબીને ૪ર મા વર્ષના સમાપને મહિલા મંડળનું સન્માન થયું.
– સુરનિધિ મ્યુઝીકલ ગ્રુપ નવા–જુના ગીતોની રમઝટ બોલાવી.
– દુધ–પૌઆના મહાપ્નસાદનું વિતરણ થયું. મોડી રાત સુધી સંગીત સંધ્યા.
– નારીનું ગૌરવ જાળવવું સમાજની નૈતિક ફરજ.
અમદાવાદ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, જીવનગર નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ ઉપક્રમે ૪ર વષ્ર્ો પ્નાચીન ગરબીના સમાપને સુંદર કામગીરી કરવા બદલ કાર્યકર્તાઓનું સન્માન થયું હતું. નારીનું ગૌરવ જાળવવું સમાજની નૈતિક ફરજ સાથે કલા, સંસ્કૃતિ, કૌશલ્યની વિજ્ઞાનના સંગે અસાધારણ પ્નગતિ સાર્થક થાય છે તેવી વાત મુકવામાં આવી હતી. લોકોએ સુરનિધિ મ્યુઝીકલ ગ્રુપના કલાકારોના ગીતો મોડી રાત સુધી માણ્યા હતા.
કાર્યક્રમનું દિપ પ્નાગ્ટય મહાનગરપાલિકાના ડે. મેયર ડૉ. દશિર્તાબેન શાહે કર્યું હતું. તેમણે શ્રેષ્ઠ કામગીરી કરનાર સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, હર્ષાબેન પંડયા વકીલ, શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, નેહાબેન મહેતા, જીગીશાબેન રાવલ, આશાબેન મજેઠીયા તથા પંકજભાઈ મહેતા, પાર્થ ગોહેલ અને સંગીત સંધ્યાના અતુલભાઈ જોષીનું ભવ્ય સન્માન કરી પ્નમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ડે. મેયર ડૉ. શાહે તમામને શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા.
સમિતિના પ્નમુખ–એડવોકેટ જયંત પંડયાએ રાજકોટ રૈયા રોડ ઉપર સૌ પ્નથમ ૪ર વર્ષ પહેલા પ્નાચીન ગરબીમાં બાળાઓને લક્ષમાં રાખી શરૂઆત કરવામાં આવી હતી. પ્નારંભથી ધાર્મિક ક્રિયાકાંડો, ધૂણવા ઉપર પાબંદી વિગેરે માનવ ધર્મના નિયમોનું આજ દિન સુધી પાલન કરવામાં આવે છે. જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, શિવપરા, તિરૂપતિ, બ્રહ્મસમાજના રહીશો પ્નાચીન ગરબીમાં અચૂક હાજરી આપે છે. રહીશોની એકતાની કદર કરવામાં આવી હતી.
સુરનિધિ મ્યુઝીકલ ગ્રુપ ઓફ રાજકોટના અતુલભાઈ જોષી, એન્કર જગદીશભાઈ ભટ્ટ, મીતાબેન રાજાણી, હિમાંશુસિંહ જાડેજા, માનવ અધિકારના પૃથ્વીસિંહ રાણા, સંજયભાઈ પટેલ, હાજર રહી રહીશોને નવા–જુના ગીતોથી રસતરબોળ કરી દીધા હતા. મોડી રાત સુધી લોકોની હાજરી હતી.
સમિતિના જયંત પંડયાના માર્ગદર્શન નીચે વિનોદરાય ભટ્ટ, વિજયભાઈ જોબનપુત્રા, વિનુભાઈ ઉપાધ્યાય, કેતનભાઈ મકવાણા, નવીનભાઈ પુરોહિત, ગોવિંદભાઈ ગોહેલ, પાર્થ ગોહેલ, પંકજભાઈ મહેતા અને મહિલા મંડળે સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

