આણંદ જિલ્લા માં બોરસદ અને પેટલાદ ના 39 વિસ્તારોની અશાંતધારો લાગુ કરાયો

રિપોર્ટ : બીના પટેલ

બોરસદ અને પેટલાદ ના ૩૯ જેટલા સંવેદનશીલ વિસ્તારો માં અશાંતધારો લાગુ કરવાનું રાજ્ય ના મહેસૂલ વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડી દેવા માં આવતા ચકચાર મચી જવા પામી છે.હવે આ વિસ્તારોમાં કલેક્ટર ની મંજુરી વગર કોઈ પણ મિલકત ખરીદ – વેચાણ નહિ કરી શકાય તેમ જાણવા મળ્યું છે
આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ વિપુલભાઈ પટેલે રાજ્ય નાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ગત ૧લી ઓગસ્ટના રોજ લખેલા પત્ર માં પેટલાદ અને બોરસદના શહેરી વિસ્તારો કે જ્યાં અશાંતધારો લાગુ કરવાની માંગણી કરવામાં આવી છે ત્યાં ધીરે ધીરે મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ વિસ્તારો માં મિલકત ની ખરીદી ઊંચી કિંમતે કરી ને તેમના વિસ્તારો નો વધારો કરી રહ્યા છે. તથા આ વિસ્તારો માં વારંવાર કોમી છમકલાંઓ પણ થયી રહ્યા છે.ભવિષ્ય માં કોઈ તકલીફ નાં પડે તે માટે તેઓએ અશાંતધારો લાગુ કરવાની માંગણી કરી હતી. જેના પર રાજ્યપાલ દ્વારા મંજૂરીની મહોર મારી ને સરકાર ના મહેસૂલ વિભાગ ને નોટીફિકેશન બહાર પાડવાનો આદેશ કરતા મહેસૂલ વિભાગે ગત ૧૫મી ઓક્ટોબર ના રોજ બોરસદ ના ૬ વિસ્તારો અને પેટલાદ ના 33 વિસ્તારો માં અશાંતધારો લાગુ કરવાનું નોટીફિકેશન બહાર પાડવા માં આવ્યું હતું. આ નોટીફિક્શન બહાર પાડતા જ કલેક્ટર ની મંજુરી વગર મિલકતો ની તબદીલી નહિ થાય તેમ જ કોમી એકતા જળવાઈ રહેશે સાથે સાથે મિલકત ના વિવાદો ના પ્રશ્નોનું મહદ અંશે નિરાકરણ લાવવામાં ઉપયોગી સાબિત થશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *