૧૭૦ મહુવા વિધાનસભા ના શક્તિ કેન્દ્રો ઉપર મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપા સંગઠન ના મહાસચિવ શ્રી સંદીપ લેલે અને જયેન્દ્ર કોલી નો પ્રવાસ…

રિપોર્ટ, મયુર પટેલ

૧૭૦ મહુવા વિધાનસભા ના શક્તિ કેન્દ્રો ઉપર મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપા સંગઠન ના મહાસચિવ શ્રી સંદીપ લેલે અને જયેન્દ્ર કોલી નો પ્રવાસ…

ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ ના પડઘમ વાગી ચૂક્યા છે તેવા સમયે સુરત જિલ્લાના ૧૭૦ મહુવા વિધાનસભા ના પ્રભારી તરીકે મહારાષ્ટ્ર રાજ્યના ઉપરોક્ત બન્ને મહાસચિવની નિયુક્તિ થયા બાદ મહુવા તાલુકાનાં શક્તિકેન્દ્ર મા આવતા બુથ ના પ્રવાસોનું આયોજન મંડલ પ્રમુખ હિતેશ નાયક જિલ્લા ઉપાધ્યક્ષ તુષાર પટેલ, રાકેશ પટેલ દ્વારા કરાતા આજરોજ દક્ષિણ મહુવાના અનાવલ જિલ્લા પંચાયત કાર્યક્ષેત્ર ના વિવિધ શકિતકેન્દ્રો ઉપર સંયોજક, પ્રભારી, બૂથ પ્રમુખો, પેજ પ્રમુખો, તાલુકા જિલ્લા પંચાયત ચૂંટાયેલા સભ્યો અને સરપંચો સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ.
પ્રવાસ દરમ્યાન મહુવા મંડળના મહામંત્રી હેમંત ચૌધરી ની રાહબરી હેઠળ તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્ર પટેલ,ચંદ્રેશ પટેલે,જગુભાઇ આહિર વગેરે કાર્યકર્તાઓને સાથે રાખી પ્રભારીશ્રીઓ દ્ધારા વિવિધ સહકારી સંસ્થાઅો ની પણ મુલાકાત કરવામા આવી હતી જે પૈકી આંગલધરા,વહેવલ ગાંગડીયા,મહુવરીયા ના સહકારી અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત લઇ આવનારી વિધાનસભા ચૂંટણી અંગે સમીક્ષા કરી આગામી દિવસોમાં બુથ પર આવતા પેજપ્રમુખો અને પેજ સમિતિ દ્ધારા મતદારો સુધી પહોંચવા માઇક્રો લેવલના પ્લાનિંગ માટેની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM