BRAVO::દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર-DEO-SDM ખંભાળીયા

મતદારયાદી સુધારણા કાર્યક્રમ બદલ રાજ્ય કક્ષાના ત્રણ એવોર્ડ પ્રાપ્ત કરતો છેવાડાનો જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો

જામનગર/ખંભાળીયા ( ભરત ભોગાયતા)

દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ (NVD)ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરેલ હોય તેવા અધિકારીઓને મહામહીમ રાજ્યપાલશ્રીનાં હસ્તે સન્માનિત કરવામાં આવે છે. ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા દિવસે, મતદાન સુધારવા માટેના વિશિષ્ટ પ્રયાસો તથા દીવ્યાંગો અને થર્ડ જેન્ડર માટે કેમ્પનું આયોજન કરીને ખાસ પ્રયત્નો હાથ ધર્યા હતા તથા છેવાડાના જિલ્લા દેવભૂમિ દ્વારકા એ રાજ્યનો એક માત્ર જિલ્લો છે જેમાં અગાઉની ચૂંટણીમાં થયેલ મતદાનની તુલનામાં મતદારોનું મતદાન વધ્યુ હતુ. તેઓની આ કામગીરી માટે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી એમ. એ. પંડ્યાની શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદગી થયેલ છે. તેમજ રાજ્યમાં શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે પણ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૮૧- ખંભાલીયા વિધાનસભા મતદાર વિભાગના નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડીયાની પસંદગી થયેલ છે. મતદાર નોંધણી અધિકારી તરીકે તેમને નાગરીકોની નોંધણી કરીને રાજ્યની મતદારયાદીમાં સુધારો કરવા માટેના અથાગ પ્રયત્નો કરવા માટે તેમને સન્માનિત કરવામાં આવેલ છે. તથા કેમ્પસ એમ્બેસેડર તરીકે ગોકાણી કોલેજ ખંભાળીયાની વિદ્યાર્થીની ભૂરા હેતવીબેનની પસંદગી થતા જીલ્લા માટે ગૌરવની બાબત છે.
જિલ્લાની શ્રેષ્ઠ કામગીરી બદલ મળેલ ત્રણેય એવોર્ડ માટે તમામ બીએલઓ, સુપરવાઈઝર નાયબ મામલતદારો અને તાલુકા મામલતદારશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા જિલ્લાની ચૂંટણી શાખાની ટીમે તથા તમામ રાજકીય પાર્ટી, સ્વીપ ગ્રુપ, કલાકારો, રમતવીરો અને સેવા ભાવિ સંસ્થાઓ, પ્રેસ મીડિયા, ઇલે.મીડિયા અને સોશ્યિલ મીડિયા નો ખુબ સહકાર સરાહનીય છે. જેથી જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી તરફથી સૌનો આભાર માનવામાં આવે છે. તેમ નાયબ ચુંટણી અધીકારી દેવભૂમિ દ્વારકા જિલ્લા ના
આસ્થા ડાંગર એ જણાવ્યાનુ દેવભૂમિ દ્વારકા જિલ્લા માહિતી કચેરીના સહાયક નિયામક નરેશ મહેતા એ જણાવ્યુ છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *