ગુજરાત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા ઘનશ્યામ પટેલને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ

શૈશવ રાવ.રાજપીપળા

નર્મદા સુગર ધારીખેડા અને દુધધારા ડેરીના ચેરમેન અને પ્રમુખ જીલ્લા ભાજપ નર્મદાને 30 વર્ષ સુધી સહકારી ખાંડ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, કૃષિ,શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે સત્તત બહુમુલ્ય સેવા અને માર્ગદર્શન પ્રદાન કરવા બદલ લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ.

એકતાનગર ખાતે આયોજીત ગુજરાત રાજય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લી.ની 62 મી વાર્ષિક સાધારણ સભામાં એવોર્ડ એનાયત કરાયો. એકતાનગર ખાતે ગુજરાત રાજય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લી.ની 62 મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી.જેમાં નર્મદા જિલ્લાના સહકારી પીઢ આગેવાન અને નર્મદા સુગર ધારીખેડા અને દુધધારા ડેરીના ચેરમેન અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલને 30 વર્ષ સુધી સહકારી ખાંડ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, કૃષિ, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે સત્તત બહુમુલ્ય સેવા અને માર્ગદર્શન પ્રદાન કરવા બદલ લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે.આ પ્રસંગે ઘનશ્યામ પટેલે તેમના ધર્મપત્ની સંગીતાબેન પટેલ સાથે સજોડે એવોર્ડ સ્વિકાર્યો હતો.

એકતાનગર ખાતે ગુજરાત રાજય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લી.ની 62 મી વાર્ષિક સાધારણ સભા ભરુચ સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને ફર્ન હોટેલ ખાતે મળી હતી.જેમાં સંઘના અધ્યક્ષ અને પૂર્વ સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ, નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ, સહકારી અગ્રણીઓ માનસિંહ પટેલ, નરેશ પટેલ, ભાવેશ પટેલ, કેતન પટેલ, રાજ્યના પૂર્વ મંત્રી નાંદોદના પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી, સંઘના મેનેજીંગ ડીરેકટર અમૃત પટેલ સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *