ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત સર્જનાત્મક લેખન શિબિર પદમડુંગરી ખાતે યોજાયો

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

તા. 2-4 ફેબ્રુઆરી 2023ના રોજ પદમડુંગરી ખાતે ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી ડૉ. નરેશ શુક્લ દ્વારા આયોજિત સર્જનાત્મક લેખન શિબિર-19 સંપન્ન થયો. આ શિબિરનો પ્રારંભ પ્રતિષ્ઠિત સર્જક વિનોદ જોશીના બીજ વ્યાખ્યાનથી થયો. આ શિબિરના પ્રશિક્ષણ માટે રંગમંચ સાથે સંકળાયેલા શ્રી ધ્વનિલ પારેખ, શ્રી દીપક ભટ્ટ, શ્રી જિતેન્દ્ર મેકવાન, મુંબઈથી શ્રી કવિત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતાં. ‘નાટકમાં પદ્યનો વિનિયોગ’ વિષય પર કેન્દ્રિત આ શિબિરમાં કુલ – 49 શિબિરાર્થી ઉપસ્થિત રહ્યા. દ્વારિકા, જામનગર, મુંબઈ, બેંગલોરથી માંડી સાબરકાંઠા વિસ્તારમાંથી આવેલા જૂદા જૂદા વયજૂથના શિબિરાર્થીઓએ કુલ છ ટીમોમાં વહેંચાઇને 6 સ્ક્રિપ્ટ લખવાથી માંડીને ભજવણી સુધીનો પ્રત્યક્ષ અનુભવ લીધો. એમનાં પ્રતિભાવોમાં જીવનભર સ્મૃતિબદ્ધ રહેનારા શિબિરની સફળતા છલકાતી હતી. છેલ્લે સંયોજક નરેશ શુક્લ દ્વારા શિબિરનું પ્રમાણપત્ર આપીને સમાપન કરાયું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *