શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ના એન એસ એસ ની વાર્ષિક શિબિર-2022-23 રામકુંડ આશ્રમ ખાતે થી પ્રારંભ કરાયો

અંકલેશ્વર હાંસોટ ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતામાં મહામંડલેશ્વર 1008 મહંત ગંગાદાસ બાપુ ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, : બોઈદરા ગામ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આગામી 7 દિવસ સુધી વિવિધ પ્રવૃત્તિ હાથ ધરશે.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ, અંકલેશ્વરનો રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા આયોજિત “વાર્ષિક શિબિર-૨૦૨૨-૨૩”નું રામકુંડ આશ્રમ ખાતે થી પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર હાંસોટ ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતામાં મહામંડલેશ્વર 1008 મહંત ગંગાદાસ બાપુ ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બોઈદરા ગામ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા આગામી 7 દિવસ સુધી વિવિધ પ્રવૃત્તિ હાથ ધરશે.

શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કૉલેજ, અંકલેશ્વર રાષ્ટ્રીય સેવા યોજના (NSS) દ્વારા રામકુંડ આશ્રમ ખાતે આયોજિત ગૌ સેવા તથા પ્રાકૃતિક ખેતી શિક્ષણ આધારિત વાર્ષિક શિબિર 2022-23 નો આજરોજ રામકુંડ આશ્રમ થી કરવામાં આવ્યો હતો. શિબિરનું ઉદ્ ઘાટન દીપ પ્રાગટ્ય વડે મહામંડલેશ્વર 1008 મહંત ગંગાદાસ બાપુ, અંકલેશ્વરના ધારાસભ્ય તથા વમળનાથ સેવા ટ્રસ્ટના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ, તા. પં. પ્રમુખ અનિલભાઈ પટેલ, ઉ.પ્ર. તૃપ્તિબેન જાની, નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ વસાવા, બોડીદ્રા ગામના સરપંચ જીતેન્દ્રભાઈ વસાવા, જુના દીવાના સરપંચ પણ ભાઈ સુગર ફેક્ટરીના ડાયરેક્ટર નટવરભાઈ, તલાટી મિલિંદ કુમાર ચૌધરી, ગ્રામસેવક સતિષભાઈ રાણા ની ઉપસ્થિતિમાં થયું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કૉલેજના એડમિનિસ્ટ્રેટર ચિરાગ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે પ્રેરક ઉદબોધન આપતા રામકુંડ તીર્થના મહંત ગંગાદાસ બાપુએ કહ્યું હતું કે, અમે તમામ રીતે રાષ્ટ્રીય સેવા યોજના ના તમામ કાર્યમાં સહયોગ આપીશું. નવી પેઢીનો સંસ્કાર ઘડતર થવું જોઈએ. આ રીતે તેમને એન.એસ.એસ શિબિર ની સફળતા માટે આશીર્વાદ આપ્યા હતા. ધારાસભ્ય અને શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટના ચેરમેન ઈશ્વરસિંહ પટેલ માથે દીકરીના લગ્ન હોવા છતાં સમય કાઢીને એન એસ એસ ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા હતા. આ રીતે પોતાની કોલેજ માટેનો અનુરાગ અને કાર્યનિષ્ઠા દર્શાવ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અંકલેશ્વર અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણની દરકાર કરીને કૉલેજને અકબંધ રાખનાર, કુશળ રાજનીતિજ્ઞ, સહકાર-સમાજ-શિક્ષણ સેવા વગેરે તમામ ક્ષેત્રે સર્વોત્કૃષ્ટ પ્રદાન કરનાર, કોલેજના જ પૂર્વ વિદ્યાર્થી એવા ઈશ્વરસિંહ પટેલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે, ” ગૌ સેવા અને પ્રાકૃતિક ખેતી પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ઉપકારક છે. હલદરવા ગામમાં એક ભાઈને ગૌ-ઉપચાર થી કેન્સર મટી ગયું હતું. પ્રાકૃતિક ખેતી વડે ઘણા બધા રોગો થી આપણે બચી શકીએ છીએ. કાર્યક્રમનું સંચાલન એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. જયશ્રી ચૌધરી, સોહેલ દિવાન સઈદ શાહ, અકશા પઠાણ તથા સિરીન પઠાણે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કેમ્પસ એમ્બેસેડર સેવક પઢિયાર, વિશાલ પટેલ, અવિનાશ ચૌધરી તથા તમામ ટીમ લીડર કો-લીડર્સ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમની આભારવિધિ એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર રાજેશ પંડ્યાએ કરી હતી. શિબિર સ્થળ પસંદગી અને વ્યવસ્થાપન માટે નું પીઠબળ તુષાર સોની એ પૂરું પાડ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *