આહવા ખાતે બીસી સખી તાલીમ યોજાઈ

રીપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર પુરસ્કૃત અને બેન્ક ઓફ બરોડા સંચાલિત બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, આહવા તથા ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે બીસી સખી તાલીમ આહવા ખાતે યોજવામા આવી હતી.

તાલીમનુ ઉદ્ઘાટન શ્રી શીવાજી તબિયાર – અધિક કલેકટર વ નિયામકશ્રી-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આહવાના વરદ હસ્તે કરવામા આવ્યુ હતુ.કાયૅક્રમમા નિયામકશ્રી દ્વારા તાલીમ બાદની વિવિધ રોજગારીની તકો બાબતે વિસ્તૃત માગૅદશૅન આપવામા આવ્યુ હતું. આ ઉપરાંત સ્વ સહાય જુથોની બહેનોને જુથો મારફતે આપવામા આવતા રિવોલ્વીંગ ફંડ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, બેન્ક લોન વગેરે વિશે માહિતી આપવામા આવી હતી. આ પ્રસંગે એલડીએમ શ્રી સજલ મેડા તથા ડીએલએમ તથા આરસેટી સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *