રોટરી ક્લબ ઓફ વ્યારા દ્વારા આયોજિત “સંસ્કરણ” ક્લબ ટ્રેઈનીંગ પ્રોગ્રામનું સફળ આયોજન

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે

રોટરી ક્લબ ઓફ વ્યારા દ્વારા આયોજિત “સંસ્કરણ” ક્લબ ટ્રેઈનીંગ પ્રોગ્રામનું સફળ આયોજન શ્રી દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, જનરલ હોસ્પિટલની સામે, વ્યારામાં કરવામાં આવ્યું. જેમાં રોટરી ડીસ્ટ્રીકટ ૩૦૬૦ ના અનુભવી ટ્રેઈનર ડોંડાઇચાથી આસીસ્ટન્ટ ડીસ્ટ્રીકટ ટ્રેઈનર રો. હિમાન્સુ શાહ, નંદુરબારથી આસીસ્ટન્ટ ગવર્નર રો. શબ્બીર મેમણ, સુરતથી આસીસ્ટન્ટ ગવર્નર રો. ભાવેશ ઘડિયા, બારડોલીથી ડીસ્ટ્રીકટ મેમ્બર રો. ડૉ. વ્યોમ પાઠક આવ્યા હતા. તેમણે રોટરી ઇન્ટરનેશનલની કાર્ય પધ્ધતિ અને રોટરી ક્લબનું સમાજમાં મહત્વ વિશેની વિશેષ માહિતીઓ આપી. જેમાં રોટરી ક્લબ વ્યારાના દરેક સભ્યો અને આમંત્રિત મહેમાનોએ ઉત્સાહભેર ભાગ લીધો અને રોટરી ટ્રેઈનીંગનો અનોખો અનુભવ મેળવ્યો. કાર્યક્રમમાં મીટીંગ ઈઝ કોલ ટુ ઓર્ડર રો. ડૉ. આશિષ શાહ એ કર્યું. પ્રાર્થના રો. મિનાક્ષી શાહ, ચતુર્વિધ કસોટીનું વાંચન રો. રાજેશ શેઠ, મહેમાનોને શબ્દો થી સ્વાગત ક્લબ પ્રમુખ રો. અનિતા દેસાઈ, કાર્યક્રમ કરવાનો હેતુ પ્રોજેક્ટ ચેરમેન અને ક્લબ ટ્રેઈનર રો. નિલેશ સોની, કાર્યક્રમ માટેનો પ્રતિભાવ રો. વંદના વાણી અને આમંત્રિત સભ્ય શ્રી સંદીપ પટેલ એ આપ્યો. કાર્યક્રમના બીજા ભાગમાં અલ્ટ્રાટેક અને રેઈની ફિલ્ટર કંપનીના એન્જીનીયર ઓએ વોટર હાર્વેસ્ટીંગ માટેના સાધનનું લાઇવ ડેમોસ્ટ્રેશન આપ્યું. પાસ્ટ પ્રેસી. રો. ગૌરાંગ દેસાઈ એ રોટરીની TRF સ્કીમ કપલ વોચ ની માહિતી આપી. આભારવિધિ રો. સમીર વાણી એ કરી. મંત્રી રો. રીનલ ગાંધી એ આખા કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું. જે હેતુ થી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે સફળતા પૂર્વક પૂર્ણ કરી દરેક સભ્યો અને આમંત્રિત ટ્રેઈનર મહેમાનો ને સર્ટીફીકેટ આપવામાં આવ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *