રિપોર્ટ ,મયુર પટેલ


કર્મશીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના સમયમાં આદિવાસી બાળકોના ઉત્થાન માટે ગામે ગામ વિજ્ઞાન પ્રવાહ શાળાઓ શરૂ કરવામાં આવેલી ગામે ગામ ગ્રાન્ટેડ શાળાઓમાં ગુણવત્તાલક્ષી અને સુવિધા લક્ષી શિક્ષણ ની જોગવાઈ કરેલી પરિણામ સ્વરૂપ આજે ગ્રામ્ય વિસ્તારના બાળકો શહેરી વિસ્તારના બાળકો ની જેમ જ સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે
સાર્વજનિક હાઈસ્કૂલ કાંગવાઈમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે એલ એન્ડ ટી પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ, નાયક ચેરીટેબલ ટ્રસ્ટ ધી ખારેલ એજ્યુકેશન સોસાયટી ના સહયોગથી અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સંચાલિત ઊર્મિ સાયન્સ સેન્ટર દ્વારા વિજ્ઞાન પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું
જેની અંદર 30 કૃતિઓની સમજૂતી શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રી વાય. એફ .દિવાન અને વિજ્ઞાન શિક્ષક હિતેન પટેલ ના માર્ગદર્શન હેઠળ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ અધ્યક્ષ સ્થાને શાળાના ટ્રસ્ટી શ્રી એ. ઈ. મંગેરા સાહેબ અને યુસુફ અલી મંગેરા સાહેબ એ પ્રસંગને દીપાવ્યો હતો.