
અમિતકુમાર ઉપાધ્યાય
અરવલ્લી
મોડાસા એક શિક્ષણ નગરી તરીકે ઓળખાઈ છે ત્યારે મોડાસા ના ખુબ જ પ્રખ્યાત એવા અને ઇંગ્લિશ મીડીયમ ના જાણીતા એવા એક્સલન્ટ એજ્યુકેશન & સાયન્સ એકેડેમી દ્વારા ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે ફેરવેલ ફંકશન પેલેટ હોટેલ માં યોજવામાં માં આવ્યો.જેમાં મુખ્ય મેહમાન તરીકે ર્ડા.જમીલભાઈ ખાનજી સાહેબ , પ્રોફ.ર્ડા.દિગ્ગજ શાહ સાહેબ ,મનન સર ચાવડા અને અબુલહસન મનવા સર હાજર રહ્યા હતા અને તમામ મેહમાનો એ બાળકો ને આવનારી બોર્ડ ની પરિક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.એક્સલેન્ટ એજ્યુકેશન ના ડાયરેક્ટર મોહસીન સર છેલ્લા 19 વર્ષ થી ઇંગ્લિશ મીડીયમ ના ધોરણ 9,10 ane 11 &12 સાયન્સ ના ટ્યુશન કરાવી રહ્યા છે.આ ફંકશન માં મોહસીન સર એ નવા વર્ષ થી JEE-NEET જેવી પરિક્ષા માટે નું સેન્ટર નવા વર્ષ થી ચાલુ કરવાની જાહેરાત કરી .અને આ પ્રસંગે વિધાર્થીઓ એ મોહસીન સર ની મેથ્સ અને સાયન્સ ભણાવાની સરળ પદ્ધતિ ને ખુબ વખાણી હતી .દર વર્ષ ની જેમ આ પ્રોગ્રામ સફળ થાય તે માટે એક્સલેન્ટ એજ્યુકેશન ના સ્ટાફ મિત્રો સિદ્દીક સર,ફૈઝાન સર ,મુજ્જફર સર એ ખુબ મેહનત કરી હતી.મોહસીન સર એ વિદ્યાર્થીઓ ને પરિક્ષા સફળ થવાની શુભેચ્છાઓ આપી હતી .અને ગયા વર્ષે બે વિધ્યાર્થીઓ એ ગણિત વિષય માં 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા હતા અને 27 થી વધુ વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાન વિષય માં 90 કે તેથી વધુ માર્ક્સ મેળવી કલાસિસ નું અને મોહસીન સરનું નામ રોશન કર્યુ હતું.