નાયરા એનર્જીનો વિસ્તાર ગ્રીનબેલ્ટ–મરીન પાર્ક–ખીજડીયા અભયારણ્ય અંગે મંત્રી મુળુભાઇ પાસે માહિતી માંગતા જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા

જામનગર ( ભરત ભોગાયતા)

૭૮ જામનગર ઉતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય શ્રીમતિ રીવાબા આર. જાડેજાએ નાયરા એનર્જીનો કુલ કેટલી વિસ્તાર છે. કેટલા વિસ્તારમાં એ એનર્જી પ્લાન્ટ આવેલો છે અને સાથે સાથે આ કંપની દ્વારા બાગાયતી ગ્રીન બેલ્ટ ડેવલોપમેન્ટ કરવામાં આવે છે કે કેમ? અને “તે કરવામાં આવે છે તો કેટલા વિસ્તારની અંદર વાવેતર કરવામાં આવેલ છે. વગેરે માહિતિ પુછી હતી જેના પ્રત્યુતરમા વન પર્યાવરણના રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઇ પટેલએ જણાવ્યુ હતુ કે નાયરા એનર્જી એ ટોટલ ૧૧૦૦ હેક્ટરની અંદર કંપની આવેલી છે. એમાંથી લગભગ ૩૫ ટકા જેટલી વિસ્તાર એટલે લગભગ ૪૧૦ હેક્ટર જેટલા વિસ્તારની અંદર બાગાયતી ગ્રીન બેલ્ટ એરિયા આવેલો છે. નાયરા દ્વારા જે ખેતી કરવામાં આવે છે તેમાં કેરી, શરૂ, દાડમ, ચીકુ, કેસર, ઓસ્ટ્રેલીયન બાબુલ, કણજ, લીમડો, સોનમહોર, ગુલમહોર, સીટીસ, આછો ગુલાબી સપ્તર્સી, દેવ કંચન, આમલી, ગોરસ આમલી, બદામ, સરગવો, ગામલો, વગેરેનુ વાવેતર કર્યુ છે જે મળીને ૪૫૦ હેકટર એરીયા થાય ખાસ કરીને ખાસ પ્રકારની કેરી પણ થાય છે અને કેરી એકસ્પોર્ટ પણ કંપની દ્વારા કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર હાલ ચાલી રહ્યુ છે ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રવિન્દ્રસિંહનો ઉલ્લેખ શ્રી જીતુભાઇ વાઘાણી દ્વારા કરવામા આવતા શ્રીમતી રિવાબા જાડેજાએ અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના માધ્યમથી સભ્યશ્રી જીતુભાઇ વાઘાણીનો ખૂબ ખૂબ આભાર માની જણાવ્યુ હતુ કે આ તકે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ અધ્યક્ષશ્રી અને સમસ્ત સભાગૃહનો હુ આભાર માનું છું કે જામનગર ગુજરાત અને ભારત જ નહી પણ ઇન્ટરનેશનલ ક્ષેત્રે મારા પતિ શ્રી રવિન્દ્રસિંહ જાડેજાએ જે સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ મને પ્રાઉડ થાય અને આ સભાગૃહને પણ પ્રાઉડ થાય એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું

આ સેશનમાંજ વધુ બે અગત્યના પ્રશ્નો માન. મંત્રીશ્રી મૂળભાઇ બેરાને ધારાસભ્ય શ્રીમતી રીવાબાએ પુછ્યા હતા કેમકે મંત્રી શ્રીમુળુભાઇ હાલારમાંથી રીપ્રેઝન્ટ કરે છે તેથી એમને સવિશેષ ખ્યાલ હોય કે પિરોટનટાપુ જે મરીન નેશનલ પાર્ક તરીકે ગુજરાતમાં અન્ડર ડેવલપ મરીન પાર્ક છે. એટલે તેના ડેવલોપમેન્ટ માટે રીસ્ટ્રકચરની સાથે સાથે વન ઓફ ધ બેસ્ટ મરીન પાર્ક ગુજરાતને આપી શકાય તેમ આયોજન કરવા અંગે વિચારણા કરવી જોઇએ. અને તેની સાથે સાથે જામનગર જિલ્લાનું બીજું એક એવું ગૌરવ છે ખીજડીયા બર્ડ સેન્ક્ચ્યુરી, તેના માટે ગાર્ડનની વ્યવસ્થા અને સાથે સાથે જેમ અહીં આપણે વિધાનસભા ગૃહમાં જેમ આયોજન કર્યું કે એક વ્હીકલ બેટરી ઓપરેટેડ વૃદ્ધો, વડિલો અને બૂઝર્ગો માટે મળે, એવી જ રીતે આ ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી માટે પણ એક બેટરી ઓપરેટેડ વ્હીકલની ખાસ્સી જરૂર છે. તો આ બે બાબત પર વિચાર કરવો જોઇએ તેમ પણ શ્રીમતી રીવાબાએ મહત્વનુ સુચન કર્યુ હતુ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *