તાપી જિલ્લા કલેકટર ની સારી કામગીરી

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ.
વ્યારા યોગ ટ્રેઈનર કોકિલાબેન વાળા દ્વારા લેખિતમાં રજૂઆત કરતા, કલેકટર મેડમ ભાર્ગવી દવે દ્વારા મહિલા યોગ ટ્રેઈનર કોકિલાબેન વાળાની સમસ્યા દૂર થઈ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા લેવામાં આવેલ થિયરી તથા પ્રેક્ટિકલ પરિક્ષા અંદાજે પચાસ જેટલી મહિલાઓ દ્વારા પાસ કરવા આવેલ છે. પરીક્ષા પાસ થયા ને આઠ થી દસ મહિના થયા બાદ પણ તાપી જિલ્લાના યોગ કોર્ડીનેટર મનીષ વસાવાએ ફિટનેસ એક્ઝામ લીધી નથી. ફિટનેસ સર્ટિફિકેટ ના અભાવે મહિલા યોગ ટ્રેઈનર બહેનો કે જેઓ યોગ ક્લાસ ચલવે છે તેમને માસિક પગાર ના મળી શકે. કલેકટર મેડમ ભાર્ગવી દવે તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી મેડમ અમૃતા ગામીત નો તાપી જિલ્લાની યોગ ટ્રેઈનર બહેનો આભાર માને છે. જેમના કારણે બહેનોએ ઉચ્છલ જવાની જરૂર નથી, વ્યારા, વાલોડ, બુહારી,ડોલવણ, બાજીપુરા,કાકરાપાર, મઢી, ની યોગ ટ્રેઈનર બહેનોએ ફિટનેસ પરીક્ષા વ્યારા ખાતે આપવાની રહેશે. તાલુકા તથા જિલ્લા કક્ષાએ મહિલાઓની નિમણુક થાય એની રજૂઆત કરવામાં આવી હતી. કલેકટર મેડમ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી મેડમ ના કાર્ય થી મહિલા યોગ ટ્રેઈનર બહેનો મા આનંદની લાગણી અનુભવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *